/indian-express-gujarati/media/media_files/2026/02/09/icc-pcb-meeting-2026-02-09-16-02-17.jpg)
આઇસીસીની મિટિંગ ઉપરાંત મોહસીન નકવી અને અમીનુલ ઇસ્લામે લાહોરમાં પણ અલગ-અલગ વાતચીત કરી હતી Photograph: (બીસીબી)
T20 World Cup 2026 : લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાયેલી 4 કલાકની બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો હતો. પાકિસ્તાને હવે તારીખ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી ભારત સામેની મેચનો 'બહિષ્કાર' કરવાની ધમકી આપીને આઇસીસી સાથે બ્લેકમેલિંગનો આશરો લીધો છે.
બાંગ્લાદેશની સુરક્ષાની ચિંતાઓને ઢાલ બનાવીને પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ માત્ર આર્થિક વળતરની જ માંગ કરી નથી, પરંતુ ભવિષ્યની ટૂર્નામેન્ટની યજમાની કરવાની ખાતરી પણ માંગી છે. જોકે આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે, જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો પાકિસ્તાનનું સભ્યપદ રદ કરી શકાય છે.
ચાર કલાકની બેઠક અનિર્ણિત
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઇસીસી) રવિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત સાથેની આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ની મેચનો બહિષ્કાર કરવાના પાકિસ્તાનના નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે ચાર કલાકની બેઠક બાદ કોઈ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
સરકારની મંજૂરી બાદ જ જાહેરાત કરવામાં આવશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સરકારની મંજૂરી મળ્યા બાદ જ બંને પક્ષો જાહેરાત કરશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઇસીસી પાસે બાંગ્લાદેશને વળતર તરીકે ચૂકવવા જેવું કંઈ નથી, સિવાય કે એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેમને આઇસીસીની કમાણીનો પૂરો હિસ્સો મળે.
પીસીબી આઈસીસી આર્બિટ્રેશન કમિટીમાં પોતાનો કેસ રજૂ કરશે
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઇસીસીના ડેપ્યુટી ચેરપર્સન ઇમરાન ખ્વાજાએ પીસીબીને સલાહ આપી છે કે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર ખતમ કરે. કારણ કે તે ક્રિકેટ માટે સારું નથી. જો તેને કોઈ સમસ્યા હોય તો તેણે પોતાનો મામલો આઇસીસી આર્બિટ્રેશન કમિટી સમક્ષ મૂકવો જોઈએ કે પછી આઇસીસીની બોર્ડની મિટિંગ દરમિયાન આ બાબત ઉઠાવી દેવી જોઈએ.
પીસીબીએ બાંગ્લાદેશની આડમાં ત્રણ માંગણીઓ રજૂ કરી
એનડીટીવીના સમાચાર અનુસાર પીસીબીએ આઇસીસી સાથે ચાલી રહેલા મડાગાંઠને ખતમ કરવા માટે ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીબીએ આઇસીસીના પદાધિકારીઓ સાથેની બેઠક દરમિયાન મડાગાંઠને તોડવા માટે ત્રણ માંગણીઓ રજૂ કરી હતી. (1) બાંગ્લાદેશ માટે વળતરમાં વધારો. (2) ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર હોવા છતાં બાંગ્લાદેશ માટે ભાગીદારી ફી. (3) ભવિષ્યમાં આઇસીસી ટૂર્નામેન્ટની યજમાની કરવાનો અધિકાર.
આ પણ વાંચો - ઓમાન વિ ઝિમ્બાબ્વે મેચ લાઇવ અપડેટ્સ
પીસીબીના કેટલાક પદાધિકારીઓ ભારત-પાક મેચ ઇચ્છે છે
રિપોર્ટ અનુસાર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે પીસીબીના કેટલાક અધિકારીઓ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મેચ રમવા માટે તૈયાર છે, પરંતુ પીસીબીના ચેરમેન મોહસીન નકવી આ મામલે સહકાર આપી રહ્યા નથી. મોહસિન નકવી અંતિમ નિર્ણય લેતા પહેલા સોમવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ફરીથી મળવાના છે.
નકવી અને અમીનુલ ઇસ્લામ અલગથી પણ મળ્યા હતા
આઇસીસીની બેઠક ઉપરાંત મોહસીન નકવી અને પીસીબીના અન્ય અધિકારીઓએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલ સાથે પણ વાતચીત કરી હતી. દરમિયાન આઇસીસીએ પીસીબીને પૂછ્યું છે કે તેમણે 'ફોર્સ મેજ્યોર' ઘટનાને (એવી પરિસ્થિતિઓ જે કોઇ કરાર પુરો કરતા અટકાવે છે) ઓછી કરવા માટે શું કર્યું છે, કારણ કે તે સભ્ય ભાગીદારી કરાર માટે જરૂરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us