/indian-express-gujarati/media/media_files/2026/02/06/ind-vs-usa-head-to-head-2026-02-06-13-59-07.jpg)
ટી 20 વર્લ્ડ કપ 2026 : ભારત વિ યૂએસએ હેડ ટુ હેડ રેકોર્ડ Photograph: (સોશિયલ મીડિયા)
T20 World Cup 2026 : ભારતીય ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવની આગેવાનીમા આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેવા માટે સજ્જ છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીને શનિવારથી શરૂ થશે. પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત યૂએસએ સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યેથી શરુ થશે.
ભારત વિ યૂએસએ હેડ ટુ હેડ
ભારતીય ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ A માં છે. આ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ, નામિબિયા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. ભારતનો પહેલો મુકાબલો યુનાઇટેડ સ્ટેટ્સ સામે છે. ભારત અને યૂએસએ વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે માત્ર 1 ટી 20મેચ રમાઇ છે અને તે મેચમાં ભારતનો વિજય થયો હતો. બન્ને ટીમો જૂન 2024માં ટી 20 વર્લ્ડ કપમાં જ ટકરાઇ હતી. જેમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો.
ભારત બીજી મેચમાં 12 ફેબ્રુઆરીએ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે નામિબિયા સામે ટકરાશે. આ પછી ભારત 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે કોલંબોમાં રમશે. જોકે આ મેચ રમાશે કે નહીં તેની લઇને સસ્પેન્સ છે. પાકિસ્તાને ભારત સામે રમવાની ના પાડી છે. ત્યારબાદ ભારત 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમશે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 ભારતીય, આ પ્લેયર છે નંબર વન
ભારતીય ટી 20 ટીમ શાનદાર ફોર્મમાં છે અને તે ગયા ટી 20 વર્લ્ડ કપ પછી એક પણ શ્રેણી હારી નથી. ટીમમાં 2024 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા આઠ ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે સાત નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us