ઈશાન કિશન કરતા ઉંમરમાં મોટી છે ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા, ટી 20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સાથે દેખાયા

Ishan Kishan Girlfriend Aditi Hundia : ભારતની જીત બાદ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ મેદાન પર આવી હતી અને તેને ભેટી પડી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Ishan Kishan Girlfriend Aditi Hundia : ભારતની જીત બાદ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ મેદાન પર આવી હતી અને તેને ભેટી પડી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

author-image
Ashish Goyal
New Update
Ishan Kishan Aditi Hundia

ઇશાને પોતાની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે વિજયની ઉજવણી કરી હતી Photograph: (સોશિયલ મીડિયા)

Ishan Kishan Girlfriend Aditi Hundia : ભારતે ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું અને પોતાની ધરતી પર પહેલી વખત આ ટાઈટલ જીત્યું હતું. ભારતની જીતમાં ઈશાન કિશનની અડધી સદી તેમજ તેની શાનદાર ફિલ્ડિંગનું પણ યોગદાન રહ્યું હતું. ભારત ચેમ્પિયન બન્યા બાદ દરેક ખેલાડી પોતપોતાની રીતે આ જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ઇશાને પોતાની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે વિજયની ઉજવણી કરી હતી.

Advertisment

અદિતિએ ઈશાન કિશનને આપી શુભેચ્છા

ભારતની જીત બાદ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ મેદાન પર આવી હતી અને તેને ભેટી પડી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પહેલીવાર બન્યું છે જ્યારે ઇશાન તેની ગર્લફ્રેન્ડ સાથે આ રીતે જાહેરામાં જોવા મળ્યો હતો. અદિતિ અને ઇશાનની તસવીર જે વાયરલ થઈ રહી છે તેમાં અદિતિએ લાલ રંગનું ટોપ પહેર્યું હતું અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે ઇશાન કિશને ભારતીય ત્રિરંગો લપેટ્યો હતો.

અદિતિ ઈશાન કરતા મોટી છે

ઇશાન કિશન અને અદિતિની ઉંમરની વાત કરીએ તો બંને વચ્ચે દોઢ વર્ષનું અંતર છે. ઇશાન કિશનનો જન્મ 18 જુલાઈ 1998ના રોજ પટનામાં થયો હતો અને તેની ઉંમર 27 વર્ષ છે. તે 18 જુલાઈ 2026 ના રોજ 28 વર્ષનો થશે. અદિતિની વાત કરીએ તો તેનો જન્મ 15 જાન્યુઆરી 1997ના રોજ થયો હતો અને હવે તે 29 વર્ષની છે. અદિતિ વ્યવસાયે એક મોડેલ છે અને તે રાજસ્થાનના જયપુરની રહેવાસી છે. તે ફેમિના મિસ ઈન્ડિયા 2017 ની ફાઇનલિસ્ટ હતી અને મિસ દિવા 2018નું ટાઇટલ જીતી હતી.

આ પણ વાંચો - ટી20 વર્લ્ડ કપ 2026 : સંજુ સેમસન પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો અને કેટલી પ્રાઇઝ મની?

Advertisment

ટી 20 વર્લ્ડ કપ 2026માં ઈશાન કિશને 317 રન બનાવ્યા

ઇશાન કિશન માટે આ વર્લ્ડ કપ ખૂબ જ ખાસ હતો જેમાં તેણે ઘણા રન બનાવ્યા હતા. ફાઈનલમાં ઈશાને શાનદાર ઈનિંગ રમી હતી અને તેણે 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 54 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 216.00 હતો. ઇશાન આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. જ્યારે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં તે ચોથા ક્રમે રહ્યો હતો. તેણે 9 મેચમાં તેણે 3 અડધી સદીની મદદથી કુલ 317 રન બનાવ્યા હતા. 

ભારત ક્રિકેટ ટીમ ઈશાન કિશન T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ