ITA vs NEP, T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, ઇટાલીનો 10 વિકેટે ભવ્ય વિજય, 12.4 ઓવરમાં પડકાર મેળવી લીધો

Italy vs Nepal Cricket Score, T20 World Cup 2026 : એન્થોની મોસ્કા (અણનમ 62 રન) અને જસ્ટિન મોસ્કાની (અણનમ 60 રન) અડધી સદીની મદદથી ઇટાલીએ ટી 20 વર્લ્ડ કપ 2026 મેચમાં નેપાળ સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો

Italy vs Nepal Cricket Score, T20 World Cup 2026 : એન્થોની મોસ્કા (અણનમ 62 રન) અને જસ્ટિન મોસ્કાની (અણનમ 60 રન) અડધી સદીની મદદથી ઇટાલીએ ટી 20 વર્લ્ડ કપ 2026 મેચમાં નેપાળ સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
New Update
Italy vs Nepal T20 World Cup 2026 live match updates in Gujarati

Italy vs Nepal T20 World Cup 2026 Live Score: ટી 20 વર્લ્ડ કપ 2026, ઇટાલી વિ નેપાળ મેચ લાઇવ અપડેટ્સ Photograph: (@ICC)

T20 World Cup 2026 ITA vs NEP Match Updates :  બોલરોના શાનદાર પ્રદર્શ પછી એન્થોની મોસ્કા (અણનમ 62 રન) અને જસ્ટિન મોસ્કાની (અણનમ 60 રન) અડધી સદીની મદદથી ઇટાલીએ ટી 20 વર્લ્ડ કપ 2026 મેચમાં નેપાળ સામે 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.  નેપાળ 19.3 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતુ.  જવાબામં ઇટાલીએ 12.4 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો.

Advertisment

ઇટાલી ઇનિંગ્સ

-એન્થોની મોસ્કાના 32 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 62 રન.

-જસ્ટિન મોસ્કાના 44 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 60 રન.

-એન્થોની મોસ્કાએ 28 બોલમાં 3 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ઇટાલીએ 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-જસ્ટિન મોસ્કાએ 37 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

નેપાળ ઇનિંગ્સ

-નેપાળ 19.3 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ.ક્રિશાન કાલુગમાગે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-કરન કેસીના 11 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 18 રન.

-આરિફ શેખ 24 બોલમાં 3 ફોર સાથે 27 રને કેચ આઉટ થયો.

-નેપાળે 15.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-લોકેશ બામ 5 બોલમાં 3 રને કેચ આઉટ થયો,

-દીપેન્દ્ર એરી 18 બોલમાં 17 રને કાલુગમાગેની ઓવરમાં બોલ્ડ થયો.

-આસિફ શેફ 20 બોલમાં 2 ફોર સાથે 22 રને સ્ટમ્પિંગ આઉટ થયો.

-રોહિત પૌડેલ 14 બોલમા 2 સિક્સર સાથે 23 રને કાલુગમાગેની ઓવરમાં કેચ આઉટ થયો.

-કુશલ ભુર્તેલ 10 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી અલી હસનનો શિકાર બન્યો.

-ઇટાલીના કેપ્ટન હેરી માનેન્ટીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment

આ પણ વાંચો - ભારત વિ નામિબિયા લાઇવ સ્કોર અપડેટ્સ 

બન્ને ટીમો આ પ્રમાણે છે

નેપાળ : આસિફ શેખ,  કુશલ ભુર્તેલ, રોહિત પૌડેલ (કેપ્ટન), દીપેન્દ્ર એરી, આરિફ શેખ, લોકેશ બામ, ગુલસન ઝા, કરણ કેસી, સંદીપ લામિછાને, નંદન યાદવ, લલિત રાજબંશી.

ઇટાલી : એન્થોની મોસ્કા, જસ્ટિન મોસ્કા, જેજે સ્મટ્સ, માર્કસ કોમ્પોપિયાનો, હેરી માનેન્ટી (કેપ્ટન), બેન માનેન્ટી, ગ્રાન્ટ સ્ટીવર્ટ, ગિયાન-પિએરો મીડે, થોમસ ડ્રેકા, ક્રિશાન કાલુગમાગે, અલી હસન.

T20 વર્લ્ડ કપ સ્પોર્ટ્સ ક્રિકેટ નેપાળ ક્રિકેટ ટીમ