/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/T20-World-Cup-2022.jpg)
ટી-20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાઇ રહ્યો છે (તસવીર - ઇન્ડિયન એક્સપ્રેસ)
T20 World Cup 2026 : બાંગ્લાદેશના આસિસ્ટન્ટ કોચ મોહમ્મદ સલાહુદ્દીને પૂર્વ સ્પોર્ટસ સલાહકાર આસિફ નઝરુલ પર પ્રહાર કરતા ખોટો ગણાવ્યો છે. સલાહુદ્દીને નઝરુલ પર ટી 20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમના ભાગ લેવા અંગેના તથ્યોને તોડી મરોડીને રજુ કર્યા છે અને પોતાનું વલણ બદલી દીધું છે.
સલાહુદ્દીને કહ્યું કે ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું સ્વીકારવું ખુબ જ મુશ્કેલ હતું કારણ કે તેમનું સ્વપ્ન એક જ સેકન્ડમાં ચકનાચૂર થઈ ગયું હતું. તેમણે દાવો કર્યો હતો કે ટીમના બે ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
નઝરુલે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ કામ કર્યું હતું. તેમણે શરૂઆતમાં કહ્યું હતું કે ટી 20 વર્લ્ડ કપ માટે ભારત ન જવાનો નિર્ણય સરકારે સુરક્ષાના કારણોસર લીધો હતો. પદ પરથી રાજીનામું આપવાના થોડા સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) અને ખેલાડીઓએ લીધો છે.
ભારત ન જવાના નિર્ણયમાં ખેલાડીઓની કોઈ ભૂમિકા નથી
સલાહુદ્દીને કહ્યું કે ભારત રમવા ના જવાના નિર્ણયમાં ખેલાડીઓની કોઈ ભૂમિકા નથી. તે ખોટું બોલ્યા. હું પોતે એક અધ્યાપક છું અને અધ્યાપકો સામાન્ય રીતે થોડું ઓછું જૂઠું બોલે છે. હું એ કલ્પના કરી શકતો નથી કે તે ખુલ્લેઆમ જૂઠું બોલશે. હું યુવકોની સામે મારો ચહેરો કેવી રીતે બતાવી શકું? તેમણે આવો યુ-ટર્ન લીધો.
નઝરુલ પર યુ ટર્ન લેવાનો આરોપ લગાવ્યો
સલાહુદ્દીને કહ્યું કે તેઓ ઢાકા યુનિવર્સિટીના અધ્યાપક છે. મારા દેશની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાનનો કોઇ વ્યક્તિ આવું જૂઠું બોલશે. અમે તે સ્વીકારી શકતા નથી. અમે આ કેવી રીતે સ્વીકારી શકીએ? તેમણે પહેલા કંઈક કહ્યું અને પછી યુ-ટર્ન લીધો. બાંગ્લાદેશે તેમની મેચ માટે ભારત જવાનો ઇન્કારર કરી દીધો હતો. આ પછી ટૂર્નામેન્ટમાં તેમના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : હવે સુપર-8માં જામશે ખરાખરીનો જંગ, આવો છે કાર્યક્રમ, જાણો ક્યારે છે ભારતની મેચો
એક સેકન્ડમાં ખેલાડીના સપના તોડી નાખ્યા
બીસીબીએ ભારતને બદલે સહ યજમાન શ્રીલંકામાં બાંગ્લાદેશની મેચો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ આઇસીસીએ તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. સલાહુદ્દીને કહ્યું કે ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થવાના સમાચાર સાંભળીને ખેલાડીઓ ખૂબ જ દુ:ખી થયા હતા. જ્યારે કોઈ ખેલાડી વર્લ્ડ કપ રમવા જાય છે, ત્યારે તે તેમની સાથે એક સપનું લઈને જાય છે. મારું 27 વર્ષ જૂનું સપનું છે. તમે એક સેકન્ડમાં તેને તોડી નાખ્યું હતું.
બે ખેલાડીઓ પાંચ દિવસથી મેન્ટલ કોમામાં રહ્યા હતા
સલાહુદ્દીને કહ્યું કે ઠીક છે જો તે દેશનો નિર્ણય છે જે રાષ્ટ્રીય કારણોસર લેવામાં આવ્યો છે તો તેઓ તેના માટે બલિદાન આપશે, પરંતુ જો તમે નુકસાનની વાત કરો છો તો હું ફક્ત મારા નુકસાનની વાત કરીશ. વ્યક્તિગત રીતે તમે ખેલાડીઓના સપના તોડી નાખ્યા હતા. હું જાણું છું કે મારા બે ખેલાડીઓ પાંચ દિવસ માટે માનસિક કોમામાં ગયા હતા. હું દેશ માટે કંઈપણ બલિદાન આપવા તૈયાર છું અને ખેલાડીઓ પણ તૈયાર છે. જો મુદ્દાઓ યોગ્ય રીતે જણાવવામાં આવ્યા હોત તો મને લાગે છે કે ઘણી બાબતો માની શકાતી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us