T20 World Cup 2026: પાકિસ્તાનની નવી ગીધડ ધમકી! ભારત સામેની મેચનો કરી શકે છે બહિષ્કાર

PCB 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી આગામી ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની ગ્રુપ-સ્ટેજ મેચનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું છે. જીઓ ન્યૂઝ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ હાલમાં એવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

PCB 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી આગામી ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની ગ્રુપ-સ્ટેજ મેચનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું છે. જીઓ ન્યૂઝ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ હાલમાં એવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

author-image
Rakesh Parmar
New Update
Pakistan may boycott match against India

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ યોજાવાની છે. Photograph: (Jansatta)

2026 ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની ભારત મુલાકાત અંગે ICC અને બાંગ્લાદેશ ક્રિકેટ વચ્ચેનો વિવાદ વધ્યો છે. બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા બાદ પાકિસ્તાન ICCના નિર્ણયનો વધુને વધુ વિરોધ કરી રહ્યું છે. પાકિસ્તાન પણ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવા માંગતું હતું, પરંતુ કાઉન્સિલની ચેતવણી બાદ PCB એ રવિવારે તેની ટીમની જાહેરાત કરી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું છે.

Advertisment

ICCનો વિરોધ કરવા માટે વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે PCB

પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, PCB 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી આગામી ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની ગ્રુપ-સ્ટેજ મેચનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું છે. જીઓ ન્યૂઝ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ હાલમાં એવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે જેના દ્વારા તેનો વિરોધ ICC સમક્ષ પહેલાથી જ નોંધાવવામાં આવ્યો છે. આ વિકલ્પોમાંથી એકમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો પણ સમાવેશ થાય છે.

જો પાકિસ્તાન આવું કરે તો શું થશે?

જો પાકિસ્તાનની ટીમ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરે છે તો તે પાકિસ્તાન અને ICC બંનેને નુકસાન પહોંચાડશે. મેચનો બહિષ્કાર કરવાથી પાકિસ્તાન બે પોઈન્ટ ગુમાવશે, જે ભારતને મળશે. જો ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય તો ICCને નાણાકીય નુકસાન થશે.

Advertisment

પાકિસ્તાન બાંગ્લાદેશના સમર્થનમાં ICCનો વિરોધ કરશે

PCB દ્વારા આ સંભવિત પગલું ICC દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવા અને તેના સ્થાને સ્કોટલેન્ડને સમાવવાના નિર્ણય સામે લેવામાં આવશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોસર પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો. બાંગ્લાદેશે સ્થળ બદલવાની વિનંતી કરી હતી, જેને ICCએ નકારી કાઢી હતી. ICCએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટની આટલી નજીક સ્થળ બદલવું શક્ય નથી.

ક્રિકેટ પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ