દેશથી વધારે બીજું કશું નહીં, પિતાના અંતિમ સંસ્કાર બાદ રિંકુ સિંહ કોલકાતામાં ભારતીય ટીમ સાથે જોડાશે

Rinku Singh T20 World Cup 2026 : બીસીસીઆઇ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે રિંકુ સિંહ શનિવારે ભારતીય ટીમની સાથે જોડાશે. પિતાના નિધન બાદ પણ રિંકુ સિંહનું સાહસિક પગલું સાબિત કરે છે કે તેના માટે દેશ સિવાય બીજું કશું નથી

Rinku Singh T20 World Cup 2026 : બીસીસીઆઇ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે રિંકુ સિંહ શનિવારે ભારતીય ટીમની સાથે જોડાશે. પિતાના નિધન બાદ પણ રિંકુ સિંહનું સાહસિક પગલું સાબિત કરે છે કે તેના માટે દેશ સિવાય બીજું કશું નથી

author-image
Ashish Goyal
New Update
rinku singh

રિંકુ સિંહ ભારતીય ટીમની સાથે જોડાશે Photograph: (@BCCI)

T20 World Cup 2026 : ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિંકુ સિંહના પિતાનું શુક્રવારે નિધન થયું હતું. પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ રિંકુ સિંહ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. એએનઆઈના જણાવ્યા અનુસાર રિંકુ સિંહ શનિવારે ભારતીય ટીમ સાથે જોડાશે. ભારત તેની આગામી મેચ સુપર 8માં 1 માર્ચે કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમશે.

Advertisment

રિંકુ સિંહ કોલકાતામાં ભારતીય ટીમ સાથે જોડાશે

બીસીસીઆઇ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે રિંકુ સિંહ શનિવારે ભારતીય ટીમની સાથે જોડાશે. પિતાના નિધન બાદ પણ રિંકુ સિંહનું સાહસિક પગલું સાબિત કરે છે કે તેના માટે દેશ સિવાય બીજું કશું નથી અને ટી-20 વર્લ્ડ કપમાં ટીમને તેની જરુર છે.

રિંકુ સિંહના પિતાની તબિયત અચાનક કથળી હતી અને તે ઝિમ્બાબ્વે સામેની મેચ અગાઉ ટીમ છોડીને તેમને મળવા પહોંચ્યો હતો. ત્યાર બાદ રિંકુના પિતાનું નિધન થયું હતુ. રિંકુ સિંહને ઝિમ્બાબ્વે સામેની પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું ન હતું.

રિંકુ સિંહના પિતા લિવર કેન્સરથી પીડિત હતા

રિંકુ સિંહના પિતા લિવર કેન્સરથી પીડિત હતા અને નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું કેન્સર લાસ્ટ સ્ટેજમાં હતું અને તેને બચાવી શકાયા ન હતા. રિંકુને આ સમાચાર મળતા જ તે ચેન્નાઈ છોડીને અલીગઢમાં પોતાના ઘરે પહોંચ્યો હતો.

Advertisment

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ગૌતમ ગંભીરનો નવો મંત્ર, વિરોધી ટીમોમાં ખૌફ પેદા કરશે ટીમ ઈન્ડિયા

તમને જણાવી દઈએ કે ઝિમ્બાબ્વે સામેની મેચ માટે રિંકુ સિંહને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું અને તેના સ્થાને સંજુ સેમસનને તક મળી હતી. આ મેચમાં વોશિંગ્ટન સુંદરના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

T20 વર્લ્ડ કપ રિંકુ સિંહ ક્રિકેટ સ્પોર્ટ્સ