/indian-express-gujarati/media/media_files/2026/03/03/rohit-sharma-sanju-samson-2026-03-03-16-25-11.jpg)
રોહિત શર્માએ સંજુ સેમસનને ગળે લગાવીને મોટિવેટ કર્યો હતો Photograph: (Instagram Screengrab)
T20 World Cup 2026 : સંજુ સેમસનની કારકિર્દીમાં અત્યાર સુધી જે પ્રકારે ચડાવ-ઉતાર રહ્યા છે, તે જ રીતે તેની સાથે ટી-20 વર્લ્ડ કપમાં પણ થયું છે. પહેલા તેણે ટીમમાંથી સ્થાન ગુમાવ્યું હતું, ત્યારબાદ તે અભિષેકનો રિપ્લેસમેન્ટ બન્યો હતો. આ પછી તે ફરી બહાર થઈ ગયો હતો. આ પછી ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી ત્યારે તેણે ફરી ઓપનિંગ સંભાળી અને સૌથી મહત્વની મેચમાં ટીમને જીત અપાવી સેમિફાઇનલમાં પહોંચાડી હતી. પરંતુ આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પણ એક સરસ સલાહ પણ આપી હતી.
હવે જ્યારે સંજુ ફોર્મમાં આવી ગયો છે અને તેણે વિન્ડીઝ સામે ટીમને જીત અપાવી હતી ત્યારે રોહિતની સલાહનો એક વીડિયો વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો ટી-20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ મેચ પહેલાનો છે. તે મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ તેમના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્લ્ડકપ એમ્બેસેડર રોહિત શર્મા સાથે પણ મુલાકાત કરી હતી. તે સમયે હિટમેને સંજુને ગળે લગાવીને જે શબ્દો બોલ્યા હતા તેનો જાદુ સેમસનની ઇનિંગ્સમાં સ્પષ્ટ દેખાતો હતો.
રોહિત શર્માએ શું કહ્યું હતું?
જ્યારે રોહિત શર્મા સેમસનને મળ્યો ત્યારે તેણે ભારતીય વિકેટકીપર-બેટ્સમેનને ગળે લગાવીને કહ્યું - કેમ છે, દુ:ખી ના થાઓ ભાઈ. તે પછી સંજુ કહે છે ના ભાઈ, હું ઠીક છું. ત્યારબાદ રોહિત કહે છે આ એક મોટી ટૂર્નામેન્ટ છે, તક ગમે ત્યારે આવી શકે છે. લગભગ 5 સેકન્ડની આ મુલાકાતે સંજુનું ભાગ્ય બદલી નાખ્યું હતું. સંજુ માટે તક આવી અને તેણે તેનો ફાયદો પણ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી સેમિફાઇનલ, જાણો કઇ ટીમનો છે દબદબો
ટી20 વર્લ્ડ કપ 2026માં સંજુ સેમસનનું પ્રદર્શન
સંજુ સેમસન ટી20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી 3 મેચ રમી ચૂક્યો છે. ત્રણેય મેચમાં તેણે ટીમ ઈન્ડિયાને ઝડપી શરુઆત અપાવી હતી. તેણે ત્રણ ઇનિંગ્સમાં 143 રન બનાવ્યા છે. જ્યારે વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પાંચ ઇનિંગ્સમાં તે માત્ર 46 રન જ બનાવી શક્યો હતો. આ પછી તેણે ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું. જોકે હવે ફરી પાછો ફોર્મમાં આવી ગયો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us