/indian-express-gujarati/media/media_files/2026/02/16/t20-world-cup-2026-cricket-fan-viral-video-2026-02-16-11-51-22.jpg)
T20 વર્લ્ડ કપ 2026 લીગ મેચમાં ભારત સામે પાકિસ્તાનની શરમજનક હારથી ફેન રડી પડ્યો Photograph: (X)
T20 World cup IND vs PAK viral video: ICC T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત પહેલા પાકિસ્તાને ભારત સાથે રમવાનો પણ ઇનકાર કર્યો હતો. જોકે પાકિસ્તાને આઇસીસીના નિર્ણય સામે ઝૂકવું પડ્યું હતુ. શિડ્યુલ અનુસાર રવિવારે ભારત વિ. પાકિસ્તાન હાઇવોલ્ટેજ મેચ રમાઇ હતી. જેમાં ભારતે શરમજનક રીતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની ફેન્સ પાકિસ્તાન ક્રિકેટ ટીમથી નિરાશ થયા હતા. જેમાં એક ચાહક તો મેદાનમાં જ પોક મુકીને રડી પડ્યો હતો. જેનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે 7 વિકેટે 175 રન બનાવ્યા હતા. ભારત માટે આમ તો આ સ્કોર ઓછો હતો. પરંતુ ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાની ટીમ માત્ર 114 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે ભારતીય ટીમે મેચ 61 રનથી જીતી લીધી હતી અને સુપર 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. પાકિસ્તાનની નાલેશીભરી હાર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં રહી હતી.
સોશિયલ મીડિયા પાકિસ્તાનની હારથી ભરાઇ ગયું હતું. જેમાં એક પાકિસ્તાની ચાહકનો વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે.
A viral Pakistani fan, Saud Jarwari, crying after India crushed them so badly. 🥶💥#INDvsPAKhttps://t.co/RVZqPFBOOHpic.twitter.com/3S3QO6YRSn
— cricketplusmeme (@cricketplusmem_) February 15, 2026
એક ચાહક સ્ટેન્ડમાં જોરથી રડતો જોવા મળે છે. રડતા તેણે કહ્યું, આ મેચ ખૂબ જ નિરાશાજનક હતી. અમે દુબઈમાં એશિયા કપમાં ત્રણેય મેચ હારી ગયા હતા. અમે અહીં પણ હારી ગયા હતા. પાકિસ્તાને લડવું જોઈતું હતું. જો અમે લડ્યા હોત અને હાર્યા હોત તો તેનાથી કોઈ ફરક પડ્યો ન હોત. આપણે જીતીએ કે હારીએ, હું મારી ટીમને પ્રેમ કરું છું. હું હંમેશા જીતવાની આશા સાથે આવું છું પરંતુ હંમેશા નિરાશ થઈને પાછા ફરવું પડે છે.
ક્રિકેટના મહાકુંભ T20 World Cup 2026 ટુર્નામેન્ટની આ મેચની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતાં ભારતીય ટીમે 7 વિકેટે 175 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી બેટિંગ કરતાં ઈશાન કિશને સૌથી વધુ 77 રન ફટકાર્યા હતા. આ રનનો બચાવ કરતી વખતે ભારતીય બોલરોએ ઘાતક બોલિંગ ફેંકતાં પાકિસ્તાનની ઈનિંગ માત્ર 114 રનમાં સમાપ્ત થઈ હતી. આ સાથે તેઓ 61 રનથી જીત્યા હતા.
આ પણ વાંચો | ઇશાન કિશને પાકિસ્તાને સામે બે મોટા રેકોર્ડ બનાવ્યા, 19 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
ભારતીય ટીમ તરફથી બોલિંગ કરતાં હાર્દિક પંડયા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ અને તિલક વર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us