રાહતના સમાચાર! રોહિત શર્મા સાજો થઇ ફરી મેદાને ઉતર્યો, ઇંગ્લેન્ડ સામેના મુકાબલા પહેલા રોહિતે પ્રેક્ટિસ શરૂ કરી

T20 World Cup: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે આ T20 વલર્ડ કપ (T20 World Cup) બીજી સેમીફાઇનલ 10 નવેમ્બર 2022ના રોજ એડિલેડના એડિલેડ ઓવલ મેદાન ખાતે ભારતીય સમય મુજબ 1:30 કલાકે રમાશે.

Written by mansi bhuva
November 08, 2022 12:02 IST
રાહતના સમાચાર!  રોહિત શર્મા સાજો થઇ ફરી મેદાને ઉતર્યો, ઇંગ્લેન્ડ સામેના મુકાબલા પહેલા રોહિતે પ્રેક્ટિસ શરૂ કરી
રોહિત શર્માએ કર્યુ કમબેક

ICC T20 વલર્ડ કપ 2022માં ઇંગ્લેન્ડ સામે ભારતના મુકાબલા પહેલા ભારત અને પ્રશંસકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. T20 વલર્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલ મેચ પહેલા રોહિત શર્મા સાજો થઇ ફરી મેદાને ઉતર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માને મેચ અભ્યાસ દરમિયાન કાંડામાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ રોહિતે નેટ્ટસમાંથી બ્રેક લઇ લીધો હતો. ત્યારે ફરી એકવાર રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેના ભારતના મુકાબલા માટેની તૈયારીમાં લાગી ગયો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ટૂર્નામેન્ટની બીજી સેમીફાઇનલ 10 નવેમ્બર 2022ના રોજ એડિલેડના એડિલેડ ઓવલા મેદાન ખાતે ભારતીય સમય મુજબ 1:30 કલાકે રમાશે. મીડિયા રિપોર્ટસ મતે, ભારતીય કેપ્ટનને થ્રો ડાઉન કરતી વખતે ઇજા પહોંચી હતી. રોહિત શર્માએ 18 ગજથી 150થી ઝડપે ફેંકેલા થ્રોડાઉન પર શોર્ટ આર્મ પુલ કરવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો. જેને પગલે તેને એક સેકન્ડના અંતરથી શોટ ચૂકી જતાં બોલ ઉછળીને સીધો રોહિતના કાંડા પર લાગ્યો હતો.

ત્યારબાદ સ્પોર્ટ સ્ટાફે તાત્કાલિક ધોરણે રોહિત શર્માને બદલી આપી. પરંતુ થોડા સમય બાદ રોહિતે ફરી સ્ટ્રાઇક લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન તેને પીડા થવાના લીધે નેટ સેશન રદ્દ કર્યો હતો.

આ પણ વાંચો: ટી-20 વર્લ્ડ કપ : ભારત અને પાકિસ્તાન 15 વર્ષ પછી એકસાથે સેમિ ફાઇનલમાં, 2007 વાળો બની રહ્યો છે સંયોગ

રોહિત શર્મા ભારતીય ટીમના અન્ય ત્રણ સભ્યોમાંથી એક હતો જેમણે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચના બે દિવસ પહેલા વૈકલ્પિક તાલીમ સત્રમાંથી હાજર રહ્યો હતો. રોહિત શર્મા સાથે હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક પણ હતા. જેમણે થ્રો ડાઉનનો સામનો કર્યો હતો અને અનામત બોલરો શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ સામે બેટિંગ કરી હતી. 35 વર્ષીય રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી માત્ર એક જ અડધી સદી ફટકારી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ