ટી20 વર્લ્ડ કપ 2022 સેમી ફાઇનલ જંગમાં એડિલેડ ખાતે આજે ભારત અને ઇંગ્લેન્ડ ટકરાશે. આ મેદાનની વાત કરીએ તો એડિલેડનું મેદાન વિરાટ કોહલી માટે લકી છે. વિરાટે અહીં શાનદાર દેખાવ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીએ 44 બોલમાં 64 રન કર્યા હતા. આ મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ મેદાન પર રમવું એને ઘણું ગમે છે.
એડિલેડમાં વિરાટનું બલ્લે બલ્લે
એડિલેડ ગ્રાઉન્ડની વાત કરીએ તો વિરાટ કોહલીનો રેકોર્ડ અહીં ઘણો સારો રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરૂધ્ધ સેમી ફાઇનલમાં રન મશીન તરીકે વિરાટ કોહલીને જોવામાં આવી રહ્યો છે. સૌને ઘણી આશા છે. એડિલેડમાં વિરાટનું બેટ ઘણું ચાલ્યું છે. વિરાટે અહીં આંતર રાષ્ટ્રીય 14 મેચમાં 75.58 રનની સરેરાશથી 907 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 2012 બાદ આ મેદાન પર ત્રણ સદી અને એક અર્ધ સદી ફટકારી છે. 63.62 સરેરાશ સાથે કુલ 509 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીનો એડિલેડ ખાતે વન ડે રેકોર્ડ પણ ઘણો શાનદાર રહ્યો છે. ચાર ઇનિંગમાં તેણે 2 સદી ફટકારી છે. ટી20 માં 2 ઇનિંગમાં 155.55 સરેરાશથી 154 રન બનાવ્યા છે. વર્ષ 2016 માં વિરાટ કોહલી 90 રન સાથે અણનમ રહ્યો હતો.
ઇંગ્લેન્ડ વિરૂધ્ધની મેચમાં વિરાટ મોટો રેકોર્ડ પોતાને નામ કરી શકે છે. તે ટી 20 ઇન્ટરનેશનલમાં 4000 રન પુરા કરવાથી માત્ર 42 રન દુર છે. જો આ કરવામાં તે સફળ થાય છે તો એ સૌથી પહેલો ખેલાડી બની જશે. અત્યાર સુધીમાં તેણે 114 મેચમાં 3958 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: IND vs ENG : ટી 20 વર્લ્ડકપની ભારત અને ઇંગ્લેન્ડ સેમીફાઇનલ મેચમાં કેવું રહેશે હવામાન, વરસાદ પડશે?
T20 World Cup: ટી20 વર્લ્ડ કપ 2022 અંતિમ પડાવમાં છે. સુપર 12 માં ન્યૂઝીલેન્ડને હરાવી પાકિસ્તાન ફાઇનલમાં આવી પહોંચ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના જંગમાં જે જીતશે એની સામે વર્લ્ડ કપનો ફાઇનલ જંગ ખેલાશે