Women's IPL: પાકિસ્તાનને ધૂળ ચટાડનાર આ ભારતીય મહિલા ખેલાડીને બેસ પ્રાઈસથી 15 ગણી રકમ મળી

Women's Premier League 2025: મહિલા અંડર-19 એશિયા કપમાં 15 ડિસેમ્બરે પાકિસ્તાન સામે વિસ્ફોટક ઇનિંગ રમનાર ભારતીય ખેલાડીની થોડીવાર બાદ મહિલા IPL એટલે કે WPLમાં તેના પર કરોડોની બોલી લગાવવામાં આવી હતી.

Women's Premier League 2025: મહિલા અંડર-19 એશિયા કપમાં 15 ડિસેમ્બરે પાકિસ્તાન સામે વિસ્ફોટક ઇનિંગ રમનાર ભારતીય ખેલાડીની થોડીવાર બાદ મહિલા IPL એટલે કે WPLમાં તેના પર કરોડોની બોલી લગાવવામાં આવી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Kamalini's IPL salary, Women's Premier League Auction, Women's Premier League 2025

કમિલિની માટે 10 લાખ રૂપિયાથી બોલી શરૂ થઈ હતી જે ટૂંક સમયમાં કરોડોમાં પહોંચી ગઈ હતી. (તસવીર: સોશિયલ મીડિયા)

Women's Premier League 2025: કોઈ ખેલાડીનું નસીબ મિનિટોમાં કેવી રીતે બદલાઈ જાય છે તેનું વધુ એક તાજેતરનું ઉદાહરણ આજે જોવા મળ્યું છે. મહિલા અંડર-19 એશિયા કપમાં 15 ડિસેમ્બરે પાકિસ્તાન સામે વિસ્ફોટક ઇનિંગ રમનાર ભારતીય ખેલાડીની થોડીવાર બાદ મહિલા IPL એટલે કે WPLમાં તેના પર કરોડોની બોલી લગાવવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે તે ખેલાડીની બોલી માત્ર 10 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી. જે થોડા જ સમયમાં 1 કરોડ રૂપિયાને પાર કરી ગઈ હતી.

Advertisment

કમલિની ભારતની અંડર 19 ટીમની સભ્ય છે

મહિલા અંડર 19 એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 વિકેટે સરળતાથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની અંડર-19 મહિલા ટીમે 20 ઓવરમાં માત્ર 67 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ સામે નાનો સ્કોર હતો. હવે જોવાનું એ હતું કે ટીમ ઈન્ડિયા મેચ જીતવા માટે કેટલી ઓવરનો સમય લેશે. ભારતીય ટીમે આપેલ લક્ષ્યાંક માત્ર 7.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કમલિની આ મેચની સૌથી મોટી સ્ટાર બનીને ઉભરી હતી. ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાન પર ઉતરેલી કમલિનીએ 29 બોલમાં 44 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

https://twitter.com/MIPaltanFamily/status/1868235736375599496

કમલિનીએ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા

કમલિનીએ પોતાની ઇનિંગ દરમિયાન ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 151થી વધુ હતો. કમલિની વિકેટ કીપર ઓપનર છે. વુમેન્સ પ્રીમિયર લીગની હરાજી ભારત અને પાકિસ્તાન મેચના થોડા સમય બાદ શરૂ થઈ હતી. તેમાં તેનું નામ બોલાવવામાં આવ્યું હતું. 10 લાખ રૂપિયાથી બોલી શરૂ થઈ હતી જે ટૂંક સમયમાં કરોડોમાં પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વર્ષ 2024 માં નકલીની રહી બોલબાલા, જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી

Advertisment

\

કમલિની હવે WPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે

મુંબઈ ઈન્ડિયન્સે કમલિની પર પહેલી બોલી લગાવી હતી. પરંતુ દિલ્હીની ટીમ પણ તેને પોતાના પક્ષમાં ઇચ્છતી હતી. 10 લાખથી શરૂ થયેલી બોલી 50 લાખ રૂપિયાથી આગળ વધીને 1 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. થોડા સમય પછી તે રૂ. 1.5 કરોડને પાર કરી ગઈ હતી. કમલિનીની છેલ્લી બોલી 1 કરોડ 60 લાખ રૂપિયાની હતી. આ પછી દિલ્હીની ટીમે પીછેહઠ કરી અને મુંબઈ ઈન્ડિયન્સ કમલિનીને પોતાના પક્ષમાં લેવામાં સફળ થઈ હતી.

ક્રિકેટ સ્પોર્ટ્સ