Indian Team New ODI Jersey: ટીમ ઈન્ડિયાની નવી વન-ડે જર્સી પરથી ઉઠ્યો પડદો, BCCI સેક્રેટરી જય શાહ રહ્યા હાજર

Indian Team New ODI Jersey: ટીમ ઈન્ડિયાની નવી વન-ડે જર્સી 29 નવેમ્બરના રોજ મુંબઈમાં બીસીસીઆઈ હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવી હતી.

Indian Team New ODI Jersey: ટીમ ઈન્ડિયાની નવી વન-ડે જર્સી 29 નવેમ્બરના રોજ મુંબઈમાં બીસીસીઆઈ હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
BCCI, India cricket, India new jersey, cricket jersey,

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોંચ (BCCI/X)

Indian Team New ODI Jersey: ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો કર્યા પછી આવતા વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે, જ્યારે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની નવી વન-ડે જર્સી 29 નવેમ્બરના રોજ મુંબઈમાં બીસીસીઆઈ હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવી હતી. સચિવ જય શાહ જેઓ 1 ડિસેમ્બરથી આઈસીસી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે, નવી વન-ડે જર્સીના લોન્ચિંગ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આ પ્રસંગે હાજર હતી. જો ટીમ ઈન્ડિયાની નવી વન-ડે જર્સીની વિશેષતા વિશે વાત કરીએ તો તે પહેલાની જર્સી કરતા એકદમ અલગ છે જેમાં આ વખતે ખભા પર તિરંગો જોવા મળશે. બીસીસીઆઈ દ્વારા જર્સી લોન્ચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

Advertisment
https://twitter.com/BCCI/status/1862484182330745347

હરમનપ્રીત કૌરે નવી વન-ડે જર્સીની ખાસિયત જણાવી

ટીમ ઈન્ડિયાની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરે જર્સીના લોન્ચિંગમાં હાજર રહીને સેક્રેટરી જય શાહ સાથે મળીને તેને લોન્ચ કરી હતી. હરમનપ્રીત કૌરે નવી વન-ડે જર્સીની વિશેષતા વિશે કહ્યું કે મારી હાજરીમાં નવી જર્સી પર પડદો ઉઠાવવામાં આવ્યો તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મને તે જોઈને ખૂબ આનંદ થાય છે જેમાં બંને ખભા પર ત્રિરંગો જે રીતે બતાવવામાં આવ્યો છે તે ખૂબ જ અદભૂત દેખાય છે.

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં નવી વન-ડે જર્સી પહેરશે

5 ડિસેમ્બરથી ભારતીય મહિલા ટીમ ત્રણ મેચની વન-ડે શ્રેણી રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જેમાં ટીમ ઈન્ડિયા નવી વન-ડે જર્સીમાં જોવા મળશે નહીં. આ પછી આ જ મહિનામાં ભારતીય મહિલા ટીમને પણ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે. જેમાં 15 ડિસેમ્બરથી ટી-20 શ્રેણી શરૂ થશે અને તે પછી પ્રથમ મેચ રમાશે. વન-ડે સિરીઝ 22 ડિસેમ્બરે રમાશે. જેમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે.

ભારત ક્રિકેટ ટીમ ગુજરાતી ન્યૂઝ ક્રિકેટ સ્પોર્ટ્સ