/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/India-U19-team.jpg)
મોહસીન નકવીને જુનિયર ટીમે તેની ઓકાત દેખાડી. (તસવીર: X)
U19 Asia Cup 2025 Final, Ind U19 vs Pak U19: અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે 191 રનથી હારી ગઈ. ભારત આ વખતે ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું, જ્યારે પાકિસ્તાને બીજી વખત ટાઇટલ જીત્યું.
ભારતીય અંડર-19 ટીમે નકવીને તેની ઓકાત દેખાડી
ફાઇનલ મેચ પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસીન નકવી વિજેતા ટીમને ટ્રોફી આપવા માટે મેદાનમાં આવ્યા અને પાકિસ્તાની ખેલાડીઓને વ્યક્તિગત રીતે મેડલ અને ટ્રોફી અર્પણ કરી. જોકે ભારતીય અંડર-19 ટીમે રનર-અપ ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ભારતીય ખેલાડીઓ મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં હાજર રહ્યા ના હતા.
ભારતીય જુનિયર ટીમ સંપૂર્ણપણે સિનિયર ટીમના માર્ગ પર ચાલી રહી હોય તેવું લાગતું હતું. ભારતીય સિનિયર ટીમે એશિયા કપ 2025 જીત્યા પછી નકવી પાસેથી વિજેતા ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, અને જુનિયર ટીમે પણ તેનું અનુકરણ કર્યું હતું. સામાન્ય રીતે ફાઇનલમાં હારનાર ટીમને મેડલ સાથે રનર-અપ ટ્રોફી આપવામાં આવે છે.
આ પણ વાંચો: અંડર-19 એશિયા કપ ફાઇનલમાં થઈ લડાઈ, વૈભવ-આયુષ સાથે પાકિસ્તાની બોલરની અવળચંડાઈ
ફાઈનલમાં હાર બાદ ભારતના અંડર-19 કેપ્ટન આયુષ મહાત્રેએ કહ્યું, "આ અમારા માટે ખરાબ દિવસ હતો, અને પાકિસ્તાને ખૂબ સારી બેટિંગ કરી હતી. ભારતીય ટીમની ફિલ્ડિંગ પણ ફાઇનલમાં નબળી હતી, પરંતુ મેચોમાં આવું થાય છે. અમારી યોજના સ્પષ્ટ હતી: 50 ઓવર સુધી બેટિંગ કરવી, પરંતુ તે બન્યું નહીં. જોકે ટીમે સારું પ્રદર્શન કર્યું અને અમે ફાઇનલ સિવાય આ ટુર્નામેન્ટની દરેક મેચમાં સારું પ્રદર્શન કર્યું, જે અમારા માટે ખૂબ જ સકારાત્મક બાબત હતી."
ભારતે ફાઇનલમાં ટોસ જીત્યો અને પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટે 347 રન બનાવ્યા. જેના જવાબમાં ભારત 26.2 ઓવરમાં 126 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે આયુષ મહાત્રેની ટીમનો પરાજય થયો. આ મેચમાં પાકિસ્તાને બેટિંગ અને બોલિંગ બંનેમાં ભારતીય ટીમ કરતાં શ્રેષ્ઠ સાબિત કર્યું. ભારત રેકોર્ડ નવમી વખત ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું, છેલ્લી જીત 2021 માં મળી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us