/indian-express-gujarati/media/media_files/2026/02/06/vaibhav-sooryavanshi-2026-02-06-16-13-22.jpg)
વૈભવ સૂર્યવંશીએ અંડર 19 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં 80 બોલમાં 175 રન ફટકાર્યા Photograph: (BCCI)
U19 World Cup 2026 Final : વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં 55 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે જ તે ભારત તરફથી આ ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તે ભારત તરફથી અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન પણ બન્યો છે. તેણે 14 વર્ષ અને 316 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવની પ્રથમ સદી
વૈભવે અંડર-19 વર્લ્ડ કપમાં સૌપ્રથમ સદી ફટકારી હતી. તેણે 55 બોલમાં સદી ફટકારી હતી. વૈભવે તેની સદીની ઇનિંગ્સ દરમિયાન 7 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. યુથ વન ડે ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ કારકિર્દીની આ ચોથી સદી પણ હતી.
વૈભવ સૂર્યવંશીના 80 બોલમાં 175 રન
વૈભવ સૂર્યવંશીએ અંડર 19 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં 80 બોલમાં 175 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 15 સિક્સર અને 15 ફોર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન વૈભવનો સ્ટ્રાઇક રેટ 218.75 હતો. વૈભવે આ મેચમાં બીજી વિકેટ માટે આયુષ મહાત્રે સાથે 142 રનની ભાગીદારી કરી હતી, જ્યારે વેદાંત ત્રિવેદી સાથે ત્રીજી વિકેટ સાથે 89 રનની ભાગીદારી કરી હતી. વૈભવ અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેન પણ બન્યો છે.
1⃣7⃣5⃣ runs
— BCCI (@BCCI) February 6, 2026
8⃣0⃣ balls
1⃣5⃣ fours & 1⃣5⃣ sixes
A marathon knock by Vaibhav Sooryavanshi on a grand stage 👏👏
India U19 283/3 after 30 overs.
Updates ▶️ https://t.co/hisult7mtv#U19WorldCuppic.twitter.com/NL2r2ux1lT
વૈભવ સૂર્યવંશીએ ડેવાલ્ડ બ્રેવિસનો રેકોર્ડ તોડ્યો
ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની ઈનિંગ દરમિયાન વૈભવે 5 સિક્સર ફટકારતાં જ તે અંડર-19 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. તેણે ડેવાલ્ડ બ્રેવિસનો રેકોર્ડ તોડ્યો છે. ડેવાલ્ડ બ્રેવિસે વર્ષ 2022માં એક સિઝનમાં કુલ 18 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવે 29 સિક્સર ફટકારીને તેનો રેકોર્ડ તોડ્યો છે.
આ પણ વાંચો - ભારત વિ ઇંગ્લેન્ડ અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલ સ્કોર અપડેટ
અંડર -19 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન
- 29 સિક્સર – વૈભવ સૂર્યવંશી, 2026
- 18 સિક્સર – ડેવાલ્ડ બ્રેવિસ, 2022
- 15 સિક્સર – જેક બર્નહામ, 2016
- 14 સિક્સર – માઇકલ હિલ, 2008
- 14 સિક્સર – નિકોલસ પૂરન, 2014


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us