/indian-express-gujarati/media/media_files/2026/02/01/ind-u19-vs-pak-u19-live-cricket-score-2026-02-01-11-21-08.jpg)
19 World Cup 2026, IND U19 vs PAK U19 LIVE Cricket Score: અંડર-19 વર્લ્ડ કપ 2026, ભારત વિ પાકિસ્તાન મેચ અપડેટ્સ
India vs Pakistan Under 19 World Cup 2026, IND U19 vs PAK U19 Cricket Score : વેદાંત ત્રિવેદીના 68 રન બાદ આયુષ મ્હાત્રે અને ખિલાન પટેલની ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી ભારતે અંડર 19 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે 58 રને વિજય મેળવ્યો છે. ભારત 49.5 ઓવરમાં 252 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં પાકિસ્તાન 46.2 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે અંડર 19 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત તરફથી આયુષ મ્હાત્રે અને ખિલાન પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. ભારત હવે 4 ફેબ્રુઆરીએ બીજી સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન સામે રમશે.
પાકિસ્તાન અંડર 19 ઇનિંગ્સ
-ભારત તરફથી આયુષ મ્હાત્રે અને ખિલાન પટેલે 3-3 વિકેટ ઝડપી
-પાકિસ્તાન 46.2 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ.
-અલી હસન બલૂચ 3, અબ્દુલ સભાન 7, મોહમ્મદ શય્યામ 3 રને આઉટ.
-ઉસ્માન ખાન 92 બોલમાં 7 ફોર સાથે 66 રને આયુષ મ્હાત્રેની ઓવરમાં એલબી આઉટ થચો.
-પાકિસ્તાને 20.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-હમઝા ઝહુર 49 બોલમાં 8 ફોર સાથે 42 રને ચૌહાણની ઓવરમાં બોલ્ડ થયો.
-સમીર મિન્હાસ 11 બોલમાં 2 ફોર સાથે 9 રને હેનિલ પટેલની ઓવરમાં એલબી આઉટ.
ભારત અંડર 19 ઇનિંગ્સ
-ભારત 49,5 ઓવરમાં 252 રનમાં ઓલઆઉટ.
-કનિષ્ક ચૌહાણના 29 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 35 રને અબ્દુલ સુભાનનો શિકાર બન્યો.
-ખિલાન પટેલ 15 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 21 રને આઉટ.
-આરએસ અંબરીસ 38 બોલમાં 2 ફોર સાથે 29 રને અલી રઝાનો શિકાર બન્યો.
-ભારતે 43.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-વેદાંત ત્રિવેદી 98 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 68 રને કેચ આઉટ થયો.
-અભિજ્ઞાન કુંડુ 27 બોલમાં 1 ફોર સાથે 16 રને અલી હસન બલૂચની ઓવરમાં કેચ આઉટ થયો.
-વેદાંત ત્રિવેદીએ 74 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-વિહાન મલ્હોત્રા 43 બોલમાં 1 ફોર સાથે 21 રને કેચ આઉટ થયો.
-ભારતે 21.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-એરોન જ્યોર્જ 25 બોલમાં 1 ફોર સાથે 16 રને અબ્દુલ સુભાનની ઓવરમાં કેચ આઉટ થયો.
-કેપ્ટન આયુષ મ્હાત્રે 2 બોલમાં ખાતું ખોલાયા વિના મોહમ્મદ સય્યામનો બીજો શિકાર બન્યો.
-વૈભવ સૂર્યવંશી 22 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 30 રન બનાવી મોહમ્મદ સય્યામનો શિકાર બન્યો.
-પાકિસ્તાનના કેપ્ટન ફરહાન યુસુફે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - ઇશાન કિશને 42 બોલમાં ફટકારી સદી, સૂર્યકુમાર યાદવ સહિત આ ખેલાડીનો રેકોર્ડ તોડ્યો
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત અંડર 19 ટીમ : એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.
પાકિસ્તાન અંડર 19 ટીમ : સમીર મિન્હાસ, હમઝા ઝહુર, ઉસ્માન ખાન, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, હુઝૈફા અહસન, અલી હસન બલૂચ, અબ્દુલ સુભાન, મોમિન કમર, મોહમ્મદ સય્યામ, અલી રઝા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us