USA vs NED T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, નેધરલેન્ડ્સ 103 રનમાં ઓલઆઉટ, યુએસએનો 93 રને ધમાકેદાર વિજય

T20 World Cup 2026 United States of America vs Netherlands Score: સૈતીજા મુક્કમલ્લાના 79 રન બાદ હરમીત સિંહની (4 વિકેટ) ચુસ્ત બોલિંગની મદદથી યુએસએએ ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચમાં નેધરલેન્ડ્સ સામે 93 રને વિજય મેળવ્યો

T20 World Cup 2026 United States of America vs Netherlands Score: સૈતીજા મુક્કમલ્લાના 79 રન બાદ હરમીત સિંહની (4 વિકેટ) ચુસ્ત બોલિંગની મદદથી યુએસએએ ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચમાં નેધરલેન્ડ્સ સામે 93 રને વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
New Update
United States of America vs Netherlands Live Score | USA vs NED Live Score | Live Score United States of America vs Netherlands

United States of America vs Netherlands T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, યુએસએ વિ નેધરલેન્ડ્સ મેચ અપડેટ્સ @ICC

T20 World Cup 2026, United States of America vs Netherlands Cricket Score Updates : સૈતીજા મુક્કમલ્લાના 79 રન બાદ હરમીત સિંહની (4 વિકેટ) ચુસ્ત બોલિંગની મદદથી યુએસએએ ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચમાં નેધરલેન્ડ્સ સામે 93 રને વિજય મેળવ્યો છે. યુએસએએ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 15.5 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

Advertisment

નેધરલેન્ડ્સ ઇનિંગ્સ

-યુએસએ તરફથી હરમીત સિંહે 4 ઓવરમાં 21 રન આપી 4 વિકેટ ઝડપી.

-કાયલે કેલિનની અણનમ 6 રન.

-નેધરલેન્ડ્સે 14.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-લોગાન વાન બીક 2 રને અને આર્યન દત્ત 9 રને આઉટ

-સ્કોટ એડવર્ડ્સ 14 બોલમાં 2 ફોર સાથે 20 રને હરમીત સિંહનો ત્રીજો શિકાર બન્યો.

-બાસ ડી લીડે 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 23 રને હરમીત સિંહનો શિકાર બન્યો.

-કોલિન એકરમેન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ.

-મેક્સ ઓ'ડાઉડ 11 બોલમાં 1 ફોર સાથે 13 રને હરમીત સિંહની ઓવરમાં કેચ આઉટ થયો.

Advertisment

-માઈકલ લેવિટ 7 બોલમાં 3 રને નોસ્તુશ કેંજીગેની ઓવરમાં બોલ્ડ થયો.

યુએસએ ઇનિંગ્સ

-નેધરલેન્ડ્સ તરફથી બાસ ડી લીડે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-શુભમ રંજનેના 24 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 48 રન.

-મિલિંદ કુમાર 4 બોલમાં 3 રને કેચ આઉટ થયો.

-સૈતીજા મુક્કમલ્લાના 51 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે 79 રન.

-સંજય ક્રિષ્નામૂર્તિ 2 બોલમાં 1 રને ક્લાસેનની ઓવરમાં બોલ્ડ થયો.

-યુએસએએ 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-મોનાંક પટેલ 22 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે લીડનો શિકાર બન્યો.

-શયાન જહાંગીર 14 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 20 રને કાયલે કેલિનની ઓવરમાં બોલ્ડ થયો.

-નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - ઉસ્માન તારીકની બોલિંગ પર ઉઠી રહ્યા છે સવાલો, અટકી-અટકીને બોલિંગ, સ્ટેચ્યુ જેવી મુદ્રા અને ચકિંગના આરોપ

બન્ને ટીમો આ પ્રમાણે છે

યુએસએ : મોનાંક પટેલ (કેપ્ટન), શયાન જહાંગીર, સૈતીજા મુક્કમલ્લા, મિલિંદ કુમાર, સંજય ક્રિષ્નામૂર્તિ, શુભમ રંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, અલી ખાન, નોસ્તુશ કેંજીગે, શેડલી વાન શાલ્કવિક.

નેધરલેન્ડ્સ : માઈકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), ઝેક લિયોન કેચેટ, લોગાન વાન બીક, આર્યન દત્ત, રોઈલોફ વાન ડેર મર્વે, કાયલે કેલિન, ફ્રેડ ક્લાસેન.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ ટીમ નેધરલેન્ડ ક્રિકેટ નેધરલેન્ડ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ