/indian-express-gujarati/media/media_files/2025/12/24/rohit-sharma-century-2025-12-24-15-36-22.jpg)
રોહિત શર્માએ વિજય હઝારે ટ્રોફીમાં સદી ફટકારી હતી Photograph: (સોશિયલ મીડિયા)
Vijay Hazare Trophy 2025 : વિજય હઝારે ટ્રોફી 2025ની શરૂઆત દમદાર અંદાજમાં થઇ છે. આ ટૂર્નામેન્ટ પહેલા જે બે નામોની ચર્ચા થઈ હતી તે વિરાટ કોહલી અને રોહિત શર્માનું વન ડે ફોર્મ અહીં પણ જોવા મળ્યું છે. રોહિત શર્માએ સિક્કિમ સામે ઉતરતાની સાથે જ આક્રમક બેટિંગ કરી હતી અને તેણે 28 બોલમાં અડધી સદી અને 62 બોલમાં સદી ફટકારી હતી. લિસ્ટ-એ માં રોહિત શર્માની આ 37મી સદી છે. રોહિત શર્માએ અગાઉ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સદી ફટકારી હતી.
બીજી તરફ વિરાટ કોહલીએ આ ઇનિંગ્સમાં 1 રન બનાવતા જ પોતાના 16,000 લિસ્ટ-એ રન પૂરા કર્યા હતા. આ મેચ પહેલા વિરાટ કોહલીએ કુલ 342 લિસ્ટ-એ મેચમાંથી 329 ઇનિંગ્સમાં 15999 રન બનાવ્યા હતા. તેણે એક રન બનાવતા જ 16,000 રન પૂરા કર્યા હતા.
હવે તે સચિન તેંડુલકર બાદ લિસ્ટ એ ક્રિકેટમાં 16,000 રન ફટકારનારો બીજો ભારતીય અને વિશ્વનો 9મો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં ઇંગ્લેન્ડનો ગ્રેહામ ગૂચ 22,211 રન સાથે ટોચ પર છે.
રોહિત શર્માની શાનદાર બેટિંગ
સિક્કિમ સામે રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 237 રનના ટાર્ગેટનો પીછો કરતાં અંગકૃશ રઘુવંશી સાથે ઈનિંગની શરુઆત કરી હતી. રોહિતે 28 બોલમાં 54 રન બનાવીને અડધી સદી પૂરી કરી હતી. જેમાંથી તેણે 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. એટલે કે પ્રથમ 54માં 52 રન હિટમેને બાઉન્ડ્રીથી પૂરા કર્યા હતા.
આ પછી તેણે 62 બોલમાં સદી ફટકારી હતી. જેમાં 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. તેણે આ મેચમાં 94 બોલમાં 18 ફોર અને 9 સિક્સરની મદદથી 155 રન બનાવ્યા હતા. મેચમાં મુંબઈએ 8 વિકેટે જીત મેળવી હતી.ત
વૈભવ સૂર્યવંશી અને સકીબુલ ગનીના દમ પર બિહારે રચ્યો ઇતિહાસ, 50 ઓવરમાં બનાવ્યા 574 રન
વિરાટ કોહલીની સદી
વિરાટ કોહલીએ આંધ્ર પ્રદેશ સામે આક્રમક શરૂઆત કરી હતી. તેણે પ્રથમ 1 રન બનાવતાની સાથે જ પોતાના 16,000 લિસ્ટ-એ રન પુરા કર્યા હતા. વિરાટ કોહલીએ વિજય હઝારે ટ્રોફીમાં સદી ફટકારી હતી. દિલ્હી તરફથી રમતા વિરાટે આંધ્ર સામે 101 બોલમાં 14 ફોર અને 3 સિક્સર સાથે 131 રન બનાવ્યા હતા. દિલ્હીનો 4 વિકેટે વિજય થયો હતો. આંધ્રએ 50 ઓવરમાં 8 વિકેટે 298 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 37.4 ઓવરમાં 6 વિકેટે 300 રન બનાવી લીધા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us