scorecardresearch

વિરાટ કોહલીની સદી પર પાણી ફરી વળ્યું, તો કોહલીના ફેન્સે શુભમન ગિલની બહેનને બળાત્કારની આપી ધમકી

IPL 2023 : આરસીબી (RCB) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચેની મેચમાં આરસીબીની હાર થતા વિરાટ કોહલી (Virat kohli) ની સદી પર પાણી ફરી વળ્યું અને ટીમ બહાર થઈ ગઈ. જેને કારણે કોહલીના ફેન્સે તેનો ગુસ્સો શુભમન ગીલ ની બહેન (shubman gill sister) શાહનીલ ગીલ (Shahneel gill) પર ઉતાર્યો અને અપશબ્દો સાથે રેપની પણ ધમકી આપી દીધી.

shubman gill sister Shahneel gill
શુભમન ગીલની બહેન શાહનીલ ગીલ (ફોટો –

Shubman gill sister Trolled: IPL 2023 માં આરસીબી (RCB) ની સફર રવિવારે સમાપ્ત થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સ સામે આરસીબીની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. વિરાટ કોહલીએ આ મેચમાં સદી ફટકારી હતી, પરંતુ ગુજરાતે તેની પર પાણી ફેરવી તોળ્યું. ગુજરાત ટાઇટન્સના યુવા બેટ્સમેન શુભમન ગીલે આરસીબીની હારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચ પછી, RCBની હારથી નારાજ થયેલા ચાહકોએ ગિલની બહેન શાહનીલને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપશબ્દો લખ્યા.

ગિલની સદીથી ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો

વિરાટ કોહલીની સદીની મદદથી આરસીબીએ 197 રન બનાવ્યા હતા. તો ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલની સદીની મદદથી 19મી ઓવરના પહેલા જ બોલ પર મેચ જીતી લીધી હતી. આ મેચ RCB માટે કરો યા મરો જેવી હતી, જ્યાં તે હારી ગઈ. આરસીબીના ચાહકોએ ગિલ પરનો ગુસ્સો તેની બહેનના એકાઉન્ટ પર કાઢ્યો.

ચાહકોએ ગિલની બહેનને ગાળો આપી

ગિલની બહેન શાહનીલે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ટ્રોલર્સે તસવીરો પર કમેન્ટ કરતાં કેટલીક એવી વાતો લખી છે, જે અહીં લખી શકાય તેમ નથી. કેટલાક ટ્રોલર્સે તો બળાત્કારની ધમકી પણ આપી હતી. કેટલાક ફેન્સે ઋષભ પંતની કાર અકસ્માતની તસવીર શેર કરી અને કહ્યું કે, ગિલ અહીં હોવો જોઈતો હતો. આ સિવાય ફેન્સે એમ પણ કહ્યું કે, ગિલના કારણે આરસીબીના ચાહકોના દિલ તૂટી ગયા. જ્યારે ટ્રોલિંગ ખૂબ વધી ગયું, ત્યારબાદ ક્રિકેટ ફેન્સ શહેનીલના સમર્થનમાં આવ્યા અને ટ્રોલર્સનો ઉધડો લેવાનું શરૂ કર્યું.

આ પણ વાંચોઆઈપીએલ 2023 : મુંબઈ ઇન્ડિયન્સનો પ્લેઓફમાં પ્રવેશ, આરસીબીના અભિયાનનો અંત

એક યુઝરે લખ્યું, ‘કોહલીના કેટલાક ફેન્સ ગિલ અને તેની બહેન માટે ખોટી અને ખરાબ વાતો કહી રહ્યા છે. કોહલી આવા પ્રશંસકોની નેગેટિવિટીના કારણે ટ્રોફી નથી જીતી રહ્યો.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આવા લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ.

Web Title: Virat kohli century did not work fans threaten rape shubman gill sister

Best of Express