Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો

Virat Kohli Record : વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી, શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેને રેકોર્ડ તોડ્યો

Written by Ashish Goyal
Updated : November 02, 2022 16:39 IST
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો
વિરાટ કોહલી (તસવીર - બીસીસીઆઈ-આરસીબી-ટ્વિટર

Virat Kohli:વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેને રેકોર્ડ તોડ્યો છે. જયવર્ધનેએ ટી-20 વર્લ્ડ કપમાં 31 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે. કોહલીએ 23 ઇનિંગ્સમાં આ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સાતમી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે તસ્કીન અહમદના પાંચમાં બોલ પર એક રન લઇને ટી-20 વર્લ્ડ કપમાં પોતાના 1017 રન પુરા કર્યા હતા.

ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન

ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવરનાર ટોપ-5 બેટ્સમેનમાં બે ભારત અને બે શ્રીલંકાના છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી (1033 રન) છે. આ પછી મહેલા જયવર્ધને (1062 રન), ક્રિસ ગેઇલ (965 રન), રોહિત શર્મા (921 રન) અને તિલકરત્ને દિલશાન (897 રન) છે.

આ પણ વાંચો – હોટલ રુમનો વીડિયો લીક થતા ગુસ્સે ભરાયો કોહલી, Instagram પર વીડિયો શેર કરીને કહ્યું- આ મનોરંજનની વસ્તુ નથી

વિરાટ કોહલીના અણનમ 64 રન

બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ અણનમ 64 રન બનાવ્યા હતા. કોહલીએ 44 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અણનમ 64 રનની ઇનિંગ્સ રમી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ