વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બન્યો, ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો

Virat Kohli IPL century : વિરાટ કોહલીએ ગુજરાત સામેની મેચમાં 61 બોલમાં એક સિક્સર અને 16 ચોગ્ગાની મદદથી અણનમ 101 રન ફટકાર્યા

Written by Ashish Goyal
May 21, 2023 23:10 IST
વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બન્યો, ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો
આઈપીએલમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે (આઈપીએલ ટ્વિટર)

Virat Kohli IPL century : આરસીબીના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ આ સિઝનની છેલ્લી લીગ મેચ એટલે કે 70મી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે સદી ફટકારી હતી અને આ તેની આઇપીએલ ક્રિકેટ કારકિર્દીની 7મી સદી હતી. આ સાથે જ તે આઇપીએલમાં સૌથી વધાર સદી ફટકાનાર પ્લેયર બની ગયો છે. તેણે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આઈપીએલમાં સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે

ગુજરાત સામેની નિર્ણાયક મેચમાં વિરાટ કોહલી એકલા હાથે હાર્દિક પંડ્યાની ટીમને ટક્કર આપતો જોવા મળ્યો હતો. કોહલી આ મેચમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો અને બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી ડુ પ્લેસિસ 28 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ આવ્યો અને તેણે 11 રન બનાવ્યા જ્યારે લોમરોર એક રન બનાવી આઉટ થયો હતો. આ પછી બ્રેસવેલે 26 અને દિનેશ કાર્તિક ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. જોકે કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો.

કોહલીએ 60 બોલમાં સદી ફટકારી હતી અને આ આઈપીએલમાં તેની સાતમી સદી હતી. તેણે ક્રિસ ગેઇલને પાછળ છોડી દીધો છે, જેણે આ લીગમાં કુલ 6 સદી ફટકારી છે. હવે આ લીગમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં કોહલી પ્રથમ ક્રમે આવી ગયો છે અને ક્રિસ ગેઇલ બીજા નંબરે સરકી ગયો છે. કોહલીએ ગુજરાત સામેની આ મેચમાં 61 બોલમાં એક સિક્સર અને 16 ચોગ્ગાની મદદથી અણનમ 101 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સના આધારે આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – બોલિંગમાં જોવા મળ્યો ભારતીય બોલરોનો દબદબો, સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ-10માંથી 9 ઇન્ડિયન

આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર પ્લેયર

વિરાટ કોહલી – 7 સદી

ક્રિસ ગેઇલ – 6 સદી

જોસ બટલર – 5 સદી

કોહલીએ ધવન અને બટલરની બરાબરી કરી

વિરાટ કોહલી આઇપીએલમાં બેક ટુ બેક સદી ફટકારનારો ત્રીજો ખેલાડી બન્યો છે અને તેણે શિખર ધવન અને જોસ બટલરની બરાબરી કરી છે. શિખર ધવને 2020માં દિલ્હી તરફથી રમતાં સતત બે મેચમાં સદી ફટકારી હતી. જ્યારે જોસ બટલરે 2022માં રાજસ્થાન તરફથી રમતી વખતે આવી કમાલ કરી હતી. હવે કોહલીએ 2023માં આરસીબી તરફથી રમતી વખતે સતત બે મેચમાં બે સદી ફટકારીને કમાલ કરી છે.

કોહલીએ આઈપીએલ 2023માં 600 રન પૂરા કર્યા

વિરાટ કોહલીએ આ સિઝનમાં પોતાની ટીમ માટે રમાયેલી 14 લીગ મેચમાં 600 રન પૂરા કર્યા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 639 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 6 અડધી સદી સામેલ છે. તેણે ગુજરાત સામે અણનમ 101 રન ફટકાર્યા હતા, આ મેચોમાં તેની સ્ટ્રાઇક રેટ 139.82 રહી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ