/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Virat-Kohli-Sixer-video.jpg)
મિચેલ સ્ટાર્કની ઓવરમાં વિરાટ કોહલીએ શાનદાર સિક્સર ફટકારી હતી. (તસવીર: BCCI/X સ્ક્રિન ગ્રૈબ)
India vs Australia 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. વિરાટ કોહલી બીજી ઈનિંગમાં પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. બેટિંગ કરતી વખતે વિરાટ કોહલીએ મિચેલ સ્ટાર્ક સામે એવી શાનદાર સિક્સર ફટકારી કે બોલ બાઉન્ડ્રી ક્રોસ કરીને સિક્યુરિટી ગાર્ડના માથામાં વાગી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
THE SHOT OF THE KING. 🥶
- Virat Kohli smashed Starc for a six. 🤯 pic.twitter.com/nyNAbgRAAs— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2024
માંડ-માંડ બચ્યો સિક્યોરિટી ગાર્ડ
જ્યારે મિચેલ સ્ટાર્ક વિરાટ કોહલી સામે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે કોહલીએ તેના એક બાઉન્સર બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. જે બાદ બોલ બાઉન્ડ્રીની બહાર ઉછળીને સિક્યુરિટી ગાર્ડના માથા પર વાગ્યો હતો. જોકે ગાર્ડને ગંભીર ઈજા થઈ ન હતી. જે બાદ નાથન લિયોન સિક્યોરિટી ગાર્ડ પાસે દોડી ગયો અને તેની તબિયત વિશે પૂછ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ભારતની લીડ 400ને પાર
બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજા દાવમાં યશસ્વી જયસ્વાલ 161 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કેએલ રાહુલે 77 રનની સારી ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા હવે પર્થ ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરતી જોવા મળી રહી છે. વિરાટ કોહલી બીજી ઇનિંગમાં પણ સારી બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 360 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમ પાસે 406 રનની લીડ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us