/indian-express-gujarati/media/media_files/2026/01/30/virat-kohli-instagram-2026-01-30-08-56-03.jpg)
વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવ Photograph: (social media)
Virat kohli Instagram deactivate: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ થયો છે. જેના કારણે સોશિયલ મીડિાય ઉપર હડકંપ મચી ગયો છે. ફેન્સ પણ ભારે આઘાતમાં સરી પડ્યા છે અને અનેક સવાલો પણ ઉભા થયા છે. વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ થયું છે. કોહલીનું એકાઉન્ટ સર્ચમાં દેખાતું નથી.
ઇન્સ્ટાગ્રામ પરથી તેના અચાનક ગાયબ થવાથી તેના ચાહકો ચોંકી ગયા છે. દરેક વ્યક્તિ કારણ જાણવા માંગે છે. સોશિયલ મીડિયા પર ચાહકો અનુષ્કા શર્મા પર સવાલ ઉઠાવવા લાગ્યા છે.
કોહલીના ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ થવાનું કારણ
ઇન્સ્ટાગ્રામ પર લગભગ 274 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીના અચાનક ગાયબ થવાને કોઈ પચાવી શકતું નથી. શુક્રવારે સવારે કોહલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડિએક્ટિવેટ કરવાની વાત જાણીતી થઈ.
કોહલીના ઇન્સ્ટાગ્રામ પરથી ગયા પછી કોઈને સમજાતું નથી, કારણ કે તે હાલમાં તેની કારકિર્દીના ખૂબ જ સારા તબક્કામાં છે. તે ઉત્તમ ફોર્મમાં છે. વધુમાં, અનુષ્કા સાથેના તેના સંબંધો પણ સારા છે.
આ પણ વાંચોઃ- ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારતને બેસ્ટ પ્લેઇંગ 11 પસંદ કરવામાં મુશ્કેલી પડશે, રોહિત શર્માએ આખું ગણિત સમજાવ્યું
તાજેતરમાં, અનુષ્કા અને વિરાટે તેમના લંડનના ઘરે પૂજાનું આયોજન કર્યું હતું, જેના ફોટા સોશિયલ મીડિયા પર જાહેર થયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us