ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમ સાથે જોડાયેલા રહસ્ય જાણવાને લઇને પ્રશંસકો હંમેશા ઉત્સુક રહે છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના એક સાથી ક્રિકેટરની ખાવાની આદતને લઇને રસપ્રદ ખુલાસો કર્યો છે. ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થયા પહેલા ઋદ્ધિમાન સાહાની ખાવાની અજીબ આદતોનો ખુલાસો કર્યો છે.
કોહલીએ One 8 Commune યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે જો મેં કોઇને ભોજન સમયે અનોખું કોમ્બિનેશન ટ્રાય કરતા જોયો છે તો તે ઋદ્ધિમાન સાહા છે. મેં એક વખત તેની પ્લેટ પર ધ્યાન દીધું હતું. જેમાં બટર ચિકન, રોટલી, સલાડ અને સાથે એક રસગુલ્લા પણ રાખ્યું હતું. મેં જોયું કે તેણે રોટલીની બે-ત્રણ બાઇટ અને સલાડ લીધું અને પછી આખું રસગુલ્લા મોં મા નાખી દીધું હતું. મેં તેને કહ્યું કે ઋદ્ધિ તું શું કરી રહ્યો છે.
કોહલીએ આગળ કહ્યું કે તેણે કહ્યું કે તે સામાન્ય રીતે આવી જ રીતે ખાય છે. ઘણી વખત મેં તેને દાળ ભાત સાથે આઈસક્રીમ ખાતા જોયો છે. તે બે વખત ભાત અને પછી આઈસક્રીમ ખાય છે. મને લાગે છે કે ક્રિએટિવિટીનો ઉપયોગ ક્યાંક બીજે કરી શકાય છે.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપમાં શમી, દીપક ચાહર કે સિરાજમાંથી કોણ લેશે બુમરાહનું સ્થાન, રોહિત શર્મા, દ્રવિડે આપ્યા સંકેત
પેરિસનો અનુભવ ખરાબ રહ્યો
કોહલીએ વીડિયોમાં પોતાના સૌથી ખરાબ ખાવાનો અનુભવ પણ શેર કર્યો હતો. સૌથી ખરાબ અનુભવને લઇને કહ્યું કે હાલમાં પેરિસ ગયો હતો જે મારો સૌથી ખરાબ સમય હતો. શાકાહારીઓ માટે આ એક ખરાબ સપનું હતું. વાતચીત કરવામાં પરેશાની થઇ રહી હતી અને કોઇ વિકલ્પ ન હતો.
ભૂટાનમાં મળ્યું સૌથી સારું ભોજન
કોહલીએ સૌથી સારા અનુભવને લઇને કહ્યું કે સૌથી સારો અનુભવ ત્યારે હતો જ્યારે હું ભૂટાન ગયો હતો. ઓર્ગેનિક વેજીટેબલ્સ અને વાઇલ્ડ રાઇસ. તે તેને ભૂટાની ફાર્મહાઉસ કહે છે. કોન્સેપ્ટ એવો છે કે ત્યાં નાની-નાની ઝુંપડીઓ છે અને તમે સીડીઓથી ચડો છો અને નીચે શાકભાજી ઉગાડે છે. તેમણે જૈવિક શાકભાજી તોડી અને તેમની સાથે તેમના ઘરે ખાવાનું ખાધું આ સૌથી સારું ભોજન હતું.