/indian-express-gujarati/media/media_files/2026/02/07/t20-world-cup-2026-wi-vs-sco-live-cricket-score-in-gujarati-2026-02-07-14-50-00.jpg)
T20 World Cup 2026 WI vs SCO Live Cricket Score in Gujarati Photograph: (સોશિયલ મીડિયા)
West Indies vs Scotland T20I WC 2026 Group A Match 2 Score: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની બીજી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ, જેમાં વેસ્ટ ઇન્ડીઝે સ્કોટલેન્ડની ટીમને કારમો પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. સ્કોટલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમના માટે ખોટો સાબિત થયો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા 182 રન બનાવ્યા જેના જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવર પૂરી રમી શકી નહીં અને 147 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જોકે ટીમના કેપ્ટન રિચી બેરિંગ્ટને 24 બોલમાં 42 રનની સારી ઈનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડ ખુબ જ ઘાતક બોલર સાબિત થયો, તેણે સ્કોટલેન્ડના 5 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરના અંતે 182 રન બનાવ્યા અને સ્કોટલેન્ડને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે શિમરોન હેટમાયરે સૌથી વધુ 64 રનનું યોગદાન આપ્યું ત્યાં જ બ્રેન્ડન સિંગે 30 બોલમાં 35 અને શેરફેન રધરફોર્ડે 13 બોલમાં 26 રન બનાવ્યા. ત્યાં જ સ્કોટલેન્ડ તરફથી બ્રાડલે કરીએ 2 વિકેટ લીધી. ત્યા જ શફયાન શરીફ, ઓલિવર ડેવિડસન અને મિચેલ લિસ્કે 1-1 વિકેટ લીધી.
બાંગ્લાદેશની બહાર થયા બાદ સ્કોટલેન્ડ ટી20 વર્લ્ડ કપમાં પ્રવેશ્યું છે. સ્કોટલેન્ડને ઇટાલી, નેપાળ, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સાથે ગ્રુપ C માં રાખવામાં આવ્યું છે. સ્કોટલેન્ડ આજે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાનો પહેલો મેચ રમશે. સ્કોટલેન્ડ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા માંગશે.
West Indies vs Scotland ICC T20 World Cup 2026 Live Scorecard:
અત્યાર સુધીમાં ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે એક મેચ રમાઈ છે. આ મેચ ટી20 વર્લ્ડ કપ 2022 માં રમાઈ હતી, જ્યાં સ્કોટલેન્ડે 42 રનથી જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. સ્કોટલેન્ડ બીજો મોટો અપસેટ સર્જી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. તેમની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. આ ટીમ આ વર્લ્ડ કપમાં ઘણી ટીમોને અપસેટ કરી શકે છે. સ્કોટલેન્ડ આ વર્લ્ડ કપમાં ઇટાલી, ઇંગ્લેન્ડ અને નેપાળ જેવી ટીમોનો સામનો કરશે.
WI vs SCO બંને ટીમો માટે પ્લેઇંગ XI
સ્કોટલેન્ડ: જ્યોર્જ મુન્સી, મેથ્યુ ક્રોસ (વિકેટકીપર), બ્રાન્ડન મેકમુલેન, માઈકલ જોન્સ, ટોમ બ્રુસ, રિચી બેરિંગ્ટન (કેપ્ટન), માઈકલ લીસ્ક, ઓલિવર ડેવિડસન, માર્ક વોટ, બ્રેડ કરી, સફ્યાન શરીફ
વેસ્ટ ઈન્ડિઝ: બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર/કેપ્ટન), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસીન, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, શમર જોસેફ
- Feb 07, 2026 18:40 IST
WI vs SCO Live Score: વેસ્ટ ઈન્ડિઝે સ્કોટલેન્ડને હરાવ્યું
વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા 182 રન બનાવ્યા જેના જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવર પૂરી રમી શકી નહીં અને 147 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જોકે ટીમના કેપ્ટન રિચી બેરિંગ્ટને 24 બોલમાં 42 રનની સારી ઈનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડ ખુબ જ ઘાતક બોલર સાબિત થયો, તેણે સ્કોટલેન્ડના 5 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો.
- Feb 07, 2026 18:28 IST
WI vs SCO Live Score: વેસ્ટ ઈન્ડિઝ જીતથી માત્ર એક વિકેટ દૂર
સ્કોટલેન્ડની ટીમ 17 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવી શકી છે. હાલમાં પણ ટીમને જીતવા માટે 18 બોલમાં 50 રનની જરૂર છે ત્યાં જ વેસ્ટ ઈન્ડિઝ જીતથી માત્ર એક વિકેટ દૂર છે.
- Feb 07, 2026 17:57 IST
WI vs SCO Live Score: સ્કોટલેન્ડનો લાઈવ સ્કોર 114/3
સ્કોટલેન્ડે 13 ઓવરના અંતે ત્રણ વિકેટના નુક્સાને 114 રન બનાવી લીધા છે. સ્કોટલેન્ડને જીતવા માટે 42 બોલમાં 69 રનની જરૂર છે.
- Feb 07, 2026 17:55 IST
WI vs SCO Live Score: સ્કોટલેન્ડનો સ્કોર 100 રનને પાર
સ્કોટલેન્ડનો સ્કોર 100 રનને પાર થઈ ગયો છે. ટીમના કેપ્ટન રિચી બેરિંગ્ટન 22 બોલમાં 40 રન બનાવીને ક્રિઝ પર છે ત્યાં જ તેનો સાથ ટોમ બ્રુસ આપી રહ્યો છે. તે હાલમાં 23 બોલમાં 32 રન બનાવીને ક્રિઝ પર છે.
- Feb 07, 2026 17:23 IST
WI vs SCO Live Score: સ્કોટલેન્ડની ત્રીજી વિકેટ પડી
5.4 ઓવરમાં સ્કોટલેન્ડના ત્રણ બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા છે. છઠ્ઠી ઓવરમાં બ્રેન્ડલ મેક્કુલમ 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગયો છે. હાલમાં સ્કોટલેન્ડનો લાઈવ સ્કોર 37/3
- Feb 07, 2026 17:20 IST
WI vs SCO Live Score: સ્કોટલેન્ડને બીજો ઝટકો
સ્કોટલેન્ડની ટીમને બીજો લાગ્યો છે. જ્યોર્જ મુન્સે 15 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો છે.
- Feb 07, 2026 17:12 IST
WI vs SCO Live Score: સ્કોટલેન્ડ 4 ઓવર પછી લાઈવ સ્કોર 29/1
સ્કોટલેન્ડે 4 ઓવરના અંતે એક વિકેટના નુક્સાને 29 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર જ્યોર્જ મુન્સે 13 રન બ્રાન્ડન મેકમુલેન 13 રન બનાવીને ક્રિઝ પર છે. મિચેલ જોન્સ 1 રન બનાવીને આઉટ થયો હતો.
- Feb 07, 2026 16:51 IST
WI vs SCO Live Score: સ્કોટલેન્ડને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ
સ્કોટલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જેના પછી પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરના અંતે 182 રન બનાવ્યા છે અને સ્કોટલેન્ડને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ માટે શિમરોન હેટમાયરે સૌથી વધુ 64 રનનું યોગદાન આપ્યું ત્યાં જ બ્રેન્ડન સિંગે 30 બોલમાં 35 અને શેરફેન રધરફોર્ડે 13 બોલમાં 26 રન બનાવ્યા. ત્યાં જ સ્કોટલેન્ડ તરફથી બ્રાડલે કરીએ 2 વિકેટ લીધી. ત્યા જ શફયાન શરીફ, ઓલિવર ડેવિડસન અને મિચેલ લિસ્કે 1-1 વિકેટ લીધી.
- Feb 07, 2026 16:28 IST
WI vs SCO Live Score: 18 ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝનો લાઈવ સ્કોર 167/3
18 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 3 વિકેટ ગુમાવીને 167 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર શિમોમ હેટમાયર 61 રન અને શેરફેન રધરફોર્ડ 21 રન બનાવીને રમી રહ્યા છે.
- Feb 07, 2026 16:11 IST
WI vs SCO Live Score: 14 ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝનો લાઈવ સ્કોર 126/2
14 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટ ગુમાવીને 126 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર હેટમાયર 53 રન અનેઆર પોવેલ 15 રન બનાવીને રમી રહ્યા છે.
- Feb 07, 2026 16:00 IST
WI vs SCO Live Score: વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકોસ લાઈવ સ્કોર 105/2
વેસ્ટ ઈન્ડિઝની ટીમને બીજો ઝટકો બ્રેન્ડન કિંગના સ્વરૂપમાં મળ્યો છે. તેને ઓલિવર ડેવિડસન પેવેલિયન ભેગો કર્યો. તે 30 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો.
- Feb 07, 2026 15:57 IST
WI vs SCO Live Score: વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઝટકો
વેસ્ટ ઈન્ડિઝની ટીમને સ્કોટલેન્ડના માઈકલ લીસ્કે પ્રથમ ઝટકો આપ્યો છે. માઈકલ લીસ્કે શાઈ હોપને આઉટ કર્યો છે. તે 22 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો.
- Feb 07, 2026 15:33 IST
WI vs SCO Live Score: વેસ્ટ ઈન્ડિઝ ટીમના 50 રન પૂર્ણ
વેસ્ટ ઈન્ડિઝની ટીમે 7 ઓવરના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર બ્રાન્ડન કિંગ 32 અને શાઈ હોપ 17 રન બનાવીને ક્રિઝ પર છે. સ્કોટલેન્ડની ટીમ વિકેટની શોધમાં છે.
- Feb 07, 2026 15:32 IST
WI vs SCO Live Score: વેસ્ટ ઈન્ડિઝની મજબૂત શરૂઆત, લાઈવ સ્કોર 39/0
વેસ્ટ ઈન્ડિઝની ટીમે છ ઓવરના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 39 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર બ્રાન્ડન કિંગ 26 અને શાઈ હોપ 16 રન બનાવીને ક્રિઝ પર છે. સ્કોટલેન્ડની ટીમ વિકેટની શોધમાં છે.
- Feb 07, 2026 15:05 IST
WI vs SCO બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
સ્કોટલેન્ડ: જ્યોર્જ મુન્સી, મેથ્યુ ક્રોસ (વિકેટકીપર), બ્રાન્ડન મેકમુલેન, માઈકલ જોન્સ, ટોમ બ્રુસ, રિચી બેરિંગ્ટન (કેપ્ટન), માઈકલ લીસ્ક, ઓલિવર ડેવિડસન, માર્ક વોટ, બ્રેડ કરી, સફ્યાન શરીફ
વેસ્ટ ઈન્ડિઝ: બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર/કેપ્ટન), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસીન, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, શમર જોસેફ
- Feb 07, 2026 14:56 IST
T20 વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો
સ્કોટલેન્ડ: રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ, બ્રેડલી કરી, ઓલિવર ડેવિડસન, ક્રિસ ગ્રીવ્સ, ઝૈનુલ્લાહ એહસાન, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, ફિનલે મેકક્રિથ, બ્રાન્ડન મેકમુલેન, જ્યોર્જ મુન્સે, સફ્યાન શરીફ, માર્ક વોટ, બ્રેડલી વ્હીલ.
વેસ્ટ ઇન્ડીઝ: શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, જોહ્ન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, જેસન હોલ્ડર, અકીલ હોસીન, શમર જોસેફ, બ્રાન્ડન કિંગ, ગુડાકેશ મોતી, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, જેડેન સીલ્સ અને રોમારિયો શેફર્ડ
- Feb 07, 2026 14:51 IST
WI vs SCO Live Score: સ્કોટલેન્ડે ટોસ જીત્યો
સ્કોટલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા બેટિંગ કરશે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિશાળ સ્કોર કરવા માંગશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us