શું છે યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેન? ભારતીય ક્રિકેટર્સના ફિટનેસ ચેક કરવા માટે બીસીસીઆઈએ કર્યા છે ફરજિયાત

Yo-Yo Test and Dexa Scan Explained : ખેલાડીઓની ફિટનેસ તપાસવા માટે ડેક્સા સ્કેન ટેસ્ટ અને યો-યો ટેસ્ટ ફરજિયાત કરાયો છે. અહીં આ બન્ને વિશે માહિતી આપી રહ્યા છીએ

Updated : January 04, 2023 15:59 IST
શું છે યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેન? ભારતીય ક્રિકેટર્સના ફિટનેસ ચેક કરવા માટે બીસીસીઆઈએ કર્યા છે ફરજિયાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓના ફિટનેસથી સમજુતી કરવા માંગતું નથી

વેંકટ કૃષ્ણા બી

Yo-Yo Test and Dexa Scan Explained : વર્ષ 2022માં ટીમ ઇન્ડિયા (Team India) ઇજાથી પરેશાન રહી હતી. કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી સહિત ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ જ કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓના ફિટનેસથી સમજુતી કરવા માંગતું નથી. તેને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયાની સમીક્ષા બેઠકમાં નિર્ણય થયો કે પસંદગી પહેલા ખેલાડીઓનો યો-યો ટેસ્ટ (Yo-Yo test) અને ડેક્સા (Dexa Scan)સ્કેન થશે.

યો-યો ટેસ્ટ ભારતીય ટીમ માટે નવો નથી. આ પ્રથમ વખત વિરાટ કોહલી-રવિ શાસ્ત્રીના સમયે લાવવામાં આવ્યો હતો. અંબાતી રાયડુ, સુરેશ રૈના, પૃથ્વી શો, વરુણ ચક્રવર્તી, સંજુ સેમસન અને મોહમ્મદ શમી જેવા ખેલાડી યો-યો ટેસ્ટને પાસ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ટેસ્ટ પછી મેદાન પર ખેલાડી ઘણા ચુસ્ત અને ફૂર્તિલા જોવા મળ્યા હતા. કોરોના આવ્યા પછી ખેલાડીઓના મૂલ્યાંકનને લઇને નિયમોમાં ફેરફાર થયો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે ખેલાડીઓને 7.30 મિનિટમાં 2 કિલોમીટર દોડવાનું હોય છે.

આ પણ વાંચો – BCCIએ વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા, હવે યો-યો ટેસ્ટ પછી Dexa પણ રહેશે પસંદગી પ્રક્રિયાનો ભાગ

યો-યો ટેસ્ટ શું છે (What Yo-Yo Test)

ખેલાડીઓને યો-યો ટેસ્ટ પાસ કરવા માટે 17નો સ્કોર કરવાનો હોય છે. યો-યો ટેસ્ટમાં ખેલાડીઓને એક સેટમાંથી બીજા સેટ વચ્ચે દોડ લગાવવાની હોય છે. આ વચ્ચે 20 મીટરની દૂરી હોય છે. એક વખત દોડ પુરી કર્યા પછી એક શટલ પુરું થાય છે. ટેસ્ટની શરૂઆત પાંચમાં લેવલથી થાય છે અને 23 લેવલ સુધી ચાલે છે. દરેક શટલમાં દોડ લગાવવાનો સમય ઓછો થાય છે પણ દૂરી એટલી જ રહેશે.

(Source: theyoyotest.com)

ફક્ત યો-યો ટેસ્ટ પર નિર્ભર રહી શકીએ નહીં

વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતનાર ટીમ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો ભાગ રહેલા રામજી શ્રીનિવાસને કહ્યું કે યો-યો ટેસ્ટમાં બેટ્સમેનોનો સ્કોર 18 અને બોલરોનો સ્કોર 19 હોવો જોઈએ. વસ્તુઓ ઘણી બદલી છે અને તમને ટ્રેંડના હિસાબથી ચાલવાનું હોય છે. તમે ફક્ત યો-યો ટેસ્ટ પર નિર્ભર રહી શકો નહીં. સ્કિલ બેસ્ટ પ્રોગ્રામની પણ તમારે જરૂરિયાત રહેશે.

ડેક્સા સ્કેન ટેસ્ટ (Dexa Scan Test)

રામજી શ્રીનિવાસનના મતે તેમણે 2011માં બીસીસીઆઈ અને એનસીએને ડેક્સા ટેસ્ટની ભલામણ હતી. જેનું કારણ મેચોની સંખ્યામાં વધારો હતો. ડેક્સા ટેસ્ટથી ટ્રેનર્સને ખેલાડીઓની શરીરમાં કેટલું ફેટ છે, પાણીની માત્રા અને હાડકાની તાકાત જેવી વસ્તુઓ વિશે ખબર પડે છે. ફૂટબોલ ખેલાડીઓના શરીરમાં 5-8 પ્રતિશત અને ક્રિકેટર્સની બોડીમાં 10 પ્રતિશત ફેટ હોવો જોઈએ. જેટલો ઓછો ફેટ હશે તેટલા હાડકા મજબૂત હશે. તેનાથી પીઠ અને ઘૂંટણની ઇજા સમસ્યા થશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ