General Pervez Musharraf death: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝે આ માહિતી આપી છે. જિયો ન્યૂઝ અનુસાર જનરલ મુશર્રફે લાંબી બીમારી બાદ રવિવારે દુબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દુબઇની એક હોસ્પિટલમાં 79 વર્ષના પરવેશ મુશર્રફની એમાયલોઇડિસ બીમારીની સારવાર ચાલી રહી હતી. 2017માં પરવેઝ મુશર્રફને પાકિસ્તાનમાંથી ભગોડા જાહેર કર્યા હતા.
પરવેઝ મુશર્રફે ભારતીય ક્રિકેટરને કર્યો હતો કોલ
પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા તે દરમિયાન ભારતીય ક્રિકેટ પાકિસ્તાનના પ્રવાસે ગઇ હતી. બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેયને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગાંગુલીએ જણાવ્યું હતું કે કેવી રીતે જ્યારે તે પોતાના સાથી ખેલાડીઓ સાથે પાકિસ્તાનના રસ્તા પર નીકળી ગયા હતા તો તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનો કોલ આવી ગયો હતો.
સૌરવ ગાંગુલી પોતાના મિત્રો સાથે પાકિસ્તાનના ભોજનની મજા લેવા માંગતો હતો
ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં હતી. વન-ડે મેચ ભારત જીતી ચુકી હતી. હવે સૌરવ ગાંગુલી પોતાના મિત્રો સાથે પાકિસ્તાનના ભોજનની મજા લેવા માંગતો હતો. સાથે તે એ પણ ઇચ્છતા હતા કે તેની સાથે આખો સમય બંદુકધારી સુરક્ષાકર્મી ના રહે. ગાંગુલી પોતાના મિત્રો સાથે ગુપચુપ રીતે સુરક્ષાકર્મીઓને લીધા વગર નીકળી ગયો હતો. જોકે ફૂડ સ્ટ્રીટ ખાતા પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો – પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબી માંદગી બાદ દુબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
ગાંગુલીએ જણાવ્યું હતું કે બીજા દિવસે સવારે 11 કલાકે મારી પાસે મુશર્રફ સાહેબનો કોલ આવ્યો અને કહ્યું કે હવે આવું ના કરે કારણ કે જો કશુંક થશે તો બન્ને દેશમાં ઝઘડો થઇ જશે, યુદ્ધ થઇ જશે. મેં તેમને સમજાવ્યા કે થોડી આઝાદી જોઇતી હતી જેથી નીકળી ગયા હતા. આગળ આવું નહીં કરીએ.
ઓક્ટોબર 1999માં પાકિસ્તાનના સેના પ્રમુખ રહેતા પરવેઝ મુશર્રફે સૈન્ય વિદ્રોહ કરીને દેશમાં તખ્તાપલટ કરી દીધો હતો. તેમણે સંવિધાન અને બહુદળીય રાજનીતિક વ્યવસ્થાને રદ કરીને સત્તા પોતાના હાથમાં લઇ લીધી હતી. 2001માં તેમણે પોતાને રાષ્ટ્રપતિ ધોષિત કરી દીધા હતા. એપ્રિલ 2002માં એક વિવાદિત જનમત સંગ્રહ કરાવ્યો હતો. જેના દમ પર તે આગામી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા.
પાકિસ્તાન આર્મીના જનરલ મુશર્રફ 1999માં લશ્કરી સત્તા સંભાળ્યા પછી પાકિસ્તાનના દસમા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ ઓક્ટોબર 1999 થી નવેમ્બર 2002 સુધી પાકિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ અને જૂન 2001 થી ઓગસ્ટ 2008 સુધી પ્રમુખ હતા.