/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Prashant-Ramendra-Veer.jpg)
પ્રશાંત વીરે યુપી માટે ઓલરાઉન્ડર તરીકે સફળતાપૂર્વક પોતાને સાબિત કર્યો છે. (તસવીર: Insta)
Who is Prashant Veer: પ્રશાંત વીરે IPL ઇતિહાસમાં પ્રથમ અનકેપ્ડ ખેલાડી તરીકે ઇતિહાસ રચ્યો છે. CSK એ તેને હરાજીમાં ₹14.20 કરોડમાં ખરીદ્યો હતો, જેનાથી તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. અગાઉ આવેશ ખાન IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. 2022 ની હરાજીમાં આવેશ ખાનને લખનૌ દ્વારા ₹10 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. 20 વર્ષીય પ્રશાંત વીરે આ હરાજીમાં ઇતિહાસ રચ્યો હતો.
પ્રશાંત વીર કોણ છે?
પ્રશાંત વીર શરૂઆતમાં UP T20 લીગમાં નોઇડા સુપર કિંગ્સ માટે રમતા લાઈમલાઇટમાં આવ્યો હતો. 20 વર્ષીય ડાબોડી સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડરે આ વર્ષની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની પ્રગતિએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નું ધ્યાન ખેંચ્યું છે, જેમણે રવિન્દ્ર જાડેજાના લાંબા ગાળાના અનુગામીની શોધમાં ટ્રાયલ્સમાં તેનું નજીકથી નિરીક્ષણ કર્યું છે. આ જ કારણ છે કે CSK એ હરાજીમાં પ્રશાંત વીરને મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા.
પ્રશાંત વીરે યુપી માટે ઓલરાઉન્ડર તરીકે સફળતાપૂર્વક પોતાને સાબિત કર્યો છે. તે પોતાની પાવર-હિટિંગ કુશળતા માટે જાણીતો છે. તાજેતરમાં સૈયદ મુશ્તાક ટ્રોફીમાં પ્રશાંતે સાત મેચમાં 169.19 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેણે 37.33 ની સરેરાશથી 112 રન બનાવ્યા. પ્રશાંતે ₹૩૦ લાખની બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં એન્ટ્રી કરી હતી.
આ પણ વાંચો: આઈપીએલ 2026ની શરૂઆત આ તારીખથી થશે, જાણો ક્યારે રમાશે ફાઇનલ મેચ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/prashant-veer-CSK.jpg)
પ્રશાંત વીરે યુપીટી20માં 10 મેચમાં 320 રન અને આઠ વિકેટ સાથે બધાને પ્રભાવિત કર્યા, ટુર્નામેન્ટમાં પ્રશાંત વીરનો 155.34 ના સ્ટ્રાઇક રેટ હતો. સીએસકે માટે બેટ અને બોલ બંને સાથે મધ્યમ ઓવરોમાં એક સારો વિકલ્પ છે.
IPL ઇતિહાસમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડીઓ
- પ્રશાંત વીર: ચેન્નાઈ સુપર કિંગ્સ - 14.20 કરોડ રૂપિયા - 2025
- કાર્તિક શર્મા: ચેન્નાઈ સુપર કિંગ્સ - 14.20 કરોડ રૂપિયા, 2025
- આવેશ ખાન: લખનૌ સુપર જાયન્ટ્સ - 10 કરોડ રૂપિયા - 2022
- કૃષ્ણપ્પા ગૌથમ: ચેન્નાઈ સુપર કિંગ્સ - 9.25 કરોડ રૂપિયા - 2021
- શાહરુખ ખાન: પંજાબ કિંગ્સ - 9 કરોડ રૂપિયા - 2022
- રાહુલ તેવટિયા: ગુજરાત ટાઇટન્સ - 9 કરોડ રૂપિયા - 2022
- કૃણાલ પંડ્યા: મુંબઈ ઇન્ડિયન્સ - 8.8 કરોડ રૂપિયા - 2018
- આકિબ નબી: દિલ્હી કેપિટલ્સ - 8.40 કરોડ રૂપિયા - 2025
- વરુણ ચક્રવર્તી: કિંગ્સ ઇલેવન પંજાબ - 8.40 કરોડ રૂપિયા - 2019


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us