T20 World Cup 2022: પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારી (Sehar Shinwari)ક્રિકેટ મેચ પર એક ટ્વિટ કરીને સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગઇ છે. તેણે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચને લઇને કહ્યું કે જો તેમાં ભારત હારી જાય તો હું ઝિમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરી લઇશ. પાકિસ્તાની અભિનેત્રીના ટ્વિટ કર્યા પછી સોશિયલ મીડિયા યૂઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
અભિનેત્રી સેહર શિનવારીએ કર્યું આવું ટ્વિટ
સેહર શિનવારીએ ટ્વિટ કરીને લખ્યું કે જો ઝિમ્બાબ્વેની ટીમ ચમત્કાર બતાવે અને આગામી મેચમાં ભારતને હરાવે તો હું ઝિમ્બાબ્વેના કોઇ યુવક સાથે લગ્ન કરીશ. આ ટ્વિટ પછી થોડી જ વારમાં તેનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. જેના પર લોકો અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે.
આ પણ વાંચો – બાંગ્લાદેશના વિકેટકિપરે વિરાટ કોહલી પર લગાવ્યો ફેક ફિલ્ડિંગનો આરોપ, જાણો શું છે આ ઘટના
લોકોએ કરી આવી કોમેન્ટ્સ
પત્રકાર શ્યામ મીરા સિંહ લખે છે કે હું ઝિમ્બાબ્વેથી છું. પત્રકાર સંજય કિશોરે પૂછ્યું કે નાની બાળકી છે? મોહમ્મદ વાહિદ નામના યુઝરે લખ્યું કે બાંગ્લાદેશવાળાને આ ઓફર મળી હોત તો રિઝલ્ટ કશું અન્ય હોત. અશ્વિની યાદવ નામના એક યુઝરે લખ્યું કે લાગે છે કે દીદી તમારે લગ્ન કરાવવાનું મન જ નથી. જેથી આ રીતનું ટ્વિટ કરી રહી છે. રાજેન્દ્ર શુક્લા નામના એક યુઝરે પૂછ્યું કે ભારતીયો માટે કોઇ ઓફર છે?
ભારત સામે પહેલા પણ કરી ચુકી છે ટ્વિટ
પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ ભારત સામે આ પ્રકારની ટ્વિટ કરી હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઇને ટ્વિટમાં લખ્યું હતું કે જો ભારત બેઇમાની વગર આ મેચ જીતી જશે તો હું પોતાનું નામ બદલીને નરેન્દ્ર મોદી રાખી શકું છું. આ સાથે તેણે બીસીસીઆઈ પર બેઇમાનીનો આરોપ લગાવ્યો હતો.