Women’s IPL: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આગામી મહિને લોન્ચ થનાર મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (WIPL) માટે સેલેરી કેપના રૂપમાં 12 કરોડ રૂપિયા નક્કી કર્યા છે. 4 વર્ષોમાં દર વર્ષે 1.5 કરોડ રૂપિયાનો વધારો થશે. પાંચ ટીમોની લીગમાં આઈકન ખેલાડીઓ માટે કોઇ જોગવાઇ નથી. ક્રિકબઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં ગુરુવારે સંભવિત પ્રતિભાગીઓની જાણકારી આપવામાં આવી છે.
બીસીસીઆઈએ હાલ મહિલા આઈપીએલની પ્રથમ સિઝનને લઇને તારીખોની પૃષ્ટી કરી નથી પણ તે 4 થી 26 માર્ચ દરમિયાન રમાવાની આશા છે. રિપોર્ટમાં મહિલા આઈપીએલના મુકાબલા મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. પ્રથમ સિઝનમાં 22 મેચ રમાશે. વાનખેડે મેન્સ આઈપીએલ માટે તૈયાર રાખવામાં આવે તેવી શક્યતા છે. મેન્સ આઈપીએલ 31 માર્ચ કે 1 એપ્રિલથી શરુ થવાની સંભાવના છે.
રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ કહ્યું કે ખેલાડી પર્સ 2023માં 12 કરોડ રૂપિયાથી શરુ થશે. આ વધીને 2024માં 13.5 કરોડ, 2025માં 15 કરોડ, 2026માં 16.5 કરોડ અને 2927માં 18 કરોડ રૂપિયા થઇ જશે. આ દિશાનિર્દેશ પ્રથમ પાંચ વર્ષો માટે છે. આ દરમિયાન પ્રથમ ત્રણ વર્ષમાં પાંચ ટીમ રહેશે અને અંતિમ બે વર્ષમાં છ ટીમ રહેશે.
આ પણ વાંચો – પાકિસ્તાન સુપર લીગથી 3 ગણી કિંમત પર વેચાયા મહિલા IPLના મીડિયા રાઇટ્સ, Viacomએ 951 કરોડમાં ખરીદ્યા પ્રસારણ અધિકાર
5 વિદેશી ખેલાડીઓમાંથી 1 એસોસિયેટ દેશનો હોવો જોઈએ
એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણયમાં બીસીસીઆઈએ કહ્યું કે તે અંતિમ ઇલેવનમાં પાંચ વિદેશી ખેલાડીઓની પરવાનગી આપશે. જેમાં એસોસિયેટ દેશથી ઓછામાં ઓછો એક ક્રિકેટર સામેલ હોવો જોઈએ. આ મેન્સ આઈપીએલથી અલગ છે. તેમાં ફક્ત ચાર વિદેશી ખેલાડીઓને અંતિમ ઇલેવનમાં રાખવાની મંજૂરી આપવામાં આવે છે.
ચેમ્પિયન ટીમને 6 કરોડ રૂપિયા
મહિલા આઈપીએલમાં ખેલાડીઓ માટે પુરુસ્કાર રકમ 10 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સ અપને 3 કરોડ રૂપિયા મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને 1 કરોડ રૂપિયા મળશે. બીસીસીઆઈએ કહ્યું કે ખેલાડીઓની ઇનામી રકમના 100 ટકા ખેલાડીઓમાં જ વહેંચવામાં આવષે.
આ છે ખાસ વાત
- ખેલાડીઓ માટે સેલેરી કેપ 12 કરોડ રૂપિયા
- 5 વિદેશી ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં મંજૂરી
- ઉદ્ઘાટન સિઝન 4 થી 26 માર્ચ સુધી રમાવાની સંભાવના
- પુરુસ્કાર રકમ – વિજેતા ટીમને 6 કરોડ અને રનર્સ અપને 3 કરોડ રૂપિયા મળશે