Women’s Premier League Auction Date: વુમન્સ પ્રીમિયર લીગની ઉદ્ઘાટન સિઝનની હરાજી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને સુવિધાજનક હોટલ મળી શકી નથી. કદાચ આ જ કારણ છે કે હવે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટરમાં (Jio Convention Centre) 13 ફેબ્રુઆરીએ મહિલા પ્રીમિયર લીગની હરાજી કરવા માટે લગભગ નિશ્ચિત છે.
બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલ જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટર એક વિશાળ ઇમારત છે. જેમાં એક સાથે ઘણા કાર્યક્રમો આયોજન કરી શકાય છે.બીસીસીઆઈના એક પદાધિકારીએ પૃષ્ટી કરી છે કે બોર્ડ મેનેજમેન્ટ હરાજીને જિયો કન્વેંશન સેન્ટરમાં કરાવવાનો વિકલ્પ શોધી રહ્યું છે.
લગ્નની સિઝન હોવાના કારણે બોર્ડને સુવિધાજનક હોટલ મળી નથી
આઈપીએલના એક અંદરના સૂત્રોના હવાલાથી ક્રિકબઝના રિપોર્ટમાં કહેવાયું છે કે કન્વેંશન સેન્ટર હરાજી સ્થળ રહેશે. તે પહેલા સમાચાર હતા કે બીસીસીઆઈ મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે 6 ફેબ્રુઆરી 2023ના રોજ મુંબઈ, દિલ્હી કે અમદાવાદમાં હરાજી કરાવવા માંગે છે પણ લગ્નની સિઝન હોવાના કારણે બોર્ડને સુવિધાજનક હોટલ મળી નથી.
આ પણ વાંચો – ક્રિકેટર બનાવવા માટે પિતાએ વેચ્યું જિમ અને ખેતર, પુત્રીએ ભારતને બનાવ્યું વર્લ્ડ ચેમ્પિયન
કેટલીક ફ્રેન્ચાઇઝીની વિનંતી પછી 13 તારીખ નક્કી કરવામાં આવી
કેટલીક ફ્રેન્ચાઇઝીની વિનંતી પછી 13 તારીખ નક્કી કરવામાં આવી છે. વિનંતી કરનારમાં આઈએલ ટી-20માં ભાગ લેનારી ટીમો હતી. આ ટીમો ઇચ્છતી હતી કે હરાજી 12 ફેબ્રુઆરીએ થનારી આઈએલ ટી-20 ફાઇનલ પછી થાય અને બીસીસીઆઈએ તેમની વિનંતી સ્વીકારી લીધી હતી.
આ દરમિયાન શેફાલી વર્મા અને ઋચા ઘોષ 10 થી 26 ફેબ્રુઆરી સુધી રમાનાર મહિલા ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારતીય સીનિયર મહિલા ટીમમાં સામેલ થવા માટે 2 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા માટે ઉડાન ભરી હતી.