WPL: 4670 કરોડ રૂપિયામાં વેચાઇ મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો, અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ માટે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી

Womens Premier League : વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં ઉતરનારી પાંચ ટીમો અમદાવાદ, બેંગલોર, લખનઉ, મુંબઈ અને દિલ્હી રહેશે

Written by Ashish Goyal
January 25, 2023 16:31 IST
WPL: 4670 કરોડ રૂપિયામાં વેચાઇ મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો, અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ માટે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી
બીસીસીઆઈએ આ લીગનું નામ મહિલા પ્રીમિયર લીગ રાખ્યું છે (Twitter/BCCI)

Women’s IPL: ક્રિકેટમાં 25 જાન્યુઆરી 2023 એક ઐતિહાસિક દિવસ છે, કારણકે બીસીસીઆઈની મહિલા ટી-20 લીગ માટે લાગેલી બોલીએ 2008માં મેન્સ આઈપીએલના ઉદ્ઘાટન સિઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો 4669.99 કરોડ રૂપિયામાં વેચાઇ છે. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

2008માં આઈપીએલની 8 ટીમો (આગામી 10 વર્ષ માટે) 723.59 મિલિયન ડોલર (લગભગ 5905 કરોડ રૂપિયા)માં વેચાઇ હતી. જોકે 2008માં એક અમેરિકન ડોલરની ભારતના રૂપિયામાં કિંમત લગભગ 44 રૂપિયા હતી. તે હિસાબે 2008માં પુરુષ આઈપીએલની 8 ટીમ લગભગ 3185 કરોડ રૂપિયામાં વેચાઇ હતી.

બીસીસીઆઈ સચિવ જય શાહે શું કહ્યું

જય શાહે ટ્વિટમાં લખ્યું કે ક્રિકેટમાં આજે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે ડબલ્યુપીએલના ઉદ્ઘાટન સિઝન માટે લાગેલી બોલીએ 2008માં પુરુષ આઈપીએલના ઉદ્ઘાટન સિઝનના રેકોર્ડ તોડી નાખ્યો છે. વિજેતાઓને અભિનંદન. અમે કુલ બોલીમાં 4669.99 કરોડ રૂપિયા મેળવ્યા છે. આ મહિલા ક્રિકેટમાં એક નવી ક્રાંતિની શરૂઆતનું પ્રતિક છે.

આ પણ વાંચો – 4 થી 26 માર્ચ દરમિયાન રમાશે મહિલા આઈપીએલ? ચેમ્પિયન ટીમને મળશે 6 કરોડ, પ્લેઇંગ ઇલેવનમાં રાખી શકાશે 5 વિદેશી

અન્ય એક ટ્વિટમાં જય શાહે લખ્યું કે આ ફક્ત આપણી મહિલા ક્રિકેટર્સ માટે જ નહીં આખા સ્પોર્ટ્સ જગત માટે એક પરિવર્તનકારી યાત્રાનો માર્ગ પ્રશસ્ત કરે છે. વુમન્સ પ્રીમિયર લીગ મહિલા ક્રિકેટમાં આવશ્યક સુધાર લાવશે. બીસીસીઆઈએ આ લીગનું નામ મહિલા પ્રીમિયર લીગ રાખ્યું છે. સફરની શરૂઆત થઇ ચુકી છે.

અદાણી ગ્રુપે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી

અદાણી ગ્રુપે મહિલા પ્રીમિયર લીગની એક ટીમ (10 વર્ષ માટે)ને ખરીદવા માટે સૌથી વધારે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સે 912.99 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 901 કરોડ, દિલ્હી કેપિટલ્સે 810 કરોડ અને કેપ્રી (Capri)એ 757 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં ઉતરનારી પાંચ ટીમો અમદાવાદ, બેંગલોર, લખનઉ, મુંબઈ અને દિલ્હી રહેશે. અમદાવાદ ટીમ માટે અદાણી ગ્રુપે બોલી લગાવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ