મહિલા પ્રીમિયર લીગ 2026 : મુંબઈ પ્લેઓફ સમીકરણ, આરસીબી હજુ પણ ફાઇનલમાંથી થઇ શકે છે આઉટ, જાણો

WPL 2026 Playoffs Qualification Scenario : મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રણ હાર પછી આરસીબીને હરાવ્યું હતું. આ જીતની સાથે મુંબઈ ઈન્ડિયન્સ હજુ પ્લે ઓફની રેસમાં છે. હવે સવાલ એ છે કે મુંબઈની પાસે માત્ર એક જ મેચ બાકી છે અને ટીમ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે?

WPL 2026 Playoffs Qualification Scenario : મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રણ હાર પછી આરસીબીને હરાવ્યું હતું. આ જીતની સાથે મુંબઈ ઈન્ડિયન્સ હજુ પ્લે ઓફની રેસમાં છે. હવે સવાલ એ છે કે મુંબઈની પાસે માત્ર એક જ મેચ બાકી છે અને ટીમ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે?

author-image
Ashish Goyal
New Update
mandhana and harmanpreet

આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાના અને મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર Photograph: (સોશિયલ મીડિયા)

WPL 2026 Playoffs Qualification Scenario : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માં 16 મેચો રમાઇ ચુકી છે અને હવે ફક્ત ચાર લીગ મેચ બાકી છે. આરસીબીએ સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેમ છતાં ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને યથાવત છે. મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રણ હાર પછી આરસીબીને હરાવ્યું હતું અને ટૂર્નામેન્ટની સાતમી મેચમાં ત્રીજી જીત નોંધાવી હતી.

Advertisment

આ જીતની સાથે મુંબઈ ઈન્ડિયન્સ હજુ પ્લે ઓફની રેસમાં છે. હવે સવાલ એ છે કે મુંબઈની પાસે માત્ર એક જ મેચ બાકી છે અને ટીમ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે? તે પહેલા તમને જણાવી દઈએ કે વિમેન્સ પ્રીમિયર લીગના ફોર્મેટ અનુસાર લીગ સ્ટેજના અંત સુધીમાં જે ટીમ ટોચ પર હોય છે તે સીધી ફાઈનલમાં જાય છે. જ્યારે નંબર 2 અને 3ની ટીમો વચ્ચે પ્લે ઓફમાં એલિમિનેટર મેચ રમાશે.

એલિમિનેટર મેચની વિજેતા ટીમ બીજી ફાઇનલિસ્ટ બનશે. એટલે કે ટોપ 3ને ફાઈનલમાં પ્રવેશવાની તક છે. આવી સ્થિતિમાં હાલની પરિસ્થિતિને જોતા નંબર 2 અને 3ની લડાઈ ખૂબ જ રસપ્રદ છે. મુંબઈ સાથે દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ પણ રેસમાં છે. હવે જોઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ કેવી રીતે પ્લેઓફમાં એટલે કે ટોપ 3માં પ્રવેશ મેળવી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફ સમીકરણો શું છે?

મુંબઈ ઈન્ડિયન્સને તેની છેલ્લી લીગ મેચ 30 જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સ સામે રમવાની છે. તે પહેલા 27મી જાન્યુઆરીને મંગળવારે ગુજરાત જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ બાદ એક ટીમની અપેક્ષાઓ ઓછી હોઈ શકે છે પરંતુ ખતમ નહીં થાય. જો દિલ્હી આ મેચ જીતી જશે તો ટોપ 2 અથવા ટોપ 3 માટે તેનો દાવો મજબૂત રહેશે. કંઈક આવું જ ગુજરાતનું સમીકરણ છે.

Advertisment

હવે મુંબઈની આખરી મેચ ગુજરાત સામે છે, ત્યારે મુંબઈ ઈચ્છે છે કે ગુજરાત જાયન્ટ્સ પહેલા દિલ્હી સામે હારી જાય. જે પછી મુંબઈ ઈન્ડિયન્સને પણ આખરી મેચમાં ગુજરાતને હરાવવું પડશે. બીજી તરફ યુપી વોરિયર્સની આગામી મેચ આરસીબી અને ત્યારબાદ દિલ્હી સામે છે. જો યુપી બંને મેચ જીતે તો મુંબઈ ઈન્ડિયન્સ આખરી મેચ જીતી જાય તો તે જ સ્તર પર પહોંચી શકે છે. નેટ રનરેટ આ સ્થિતિમાં કામ કરશે.

આરસીબીની ફાઇનલની આશા ઉપર પણ ખતરો

એટલે કે મુંબઈ ઈન્ડિયન્સને પ્લે ઓફમાં પ્રવેશવા માટે તેની જીત અન્ય ટીમની હાર અને વધુ સારા નેટ રનરેટ પર મદાર રાખવો પડશે. જો દિલ્હી તેની બંને મેચ જીતી જશે તો તેઓ સીધા જ ટોપ 2માં પ્રવેશ મેળવશે. તે જ સમયે જો આરસીબીને આખરી મેચમાં યુપી સામે હારી જાય છે તો તેની ફાઇનલની આશા પણ જોખમમાં આવી શકે છે.

આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ

આટલું જ નહીં, જો દિલ્હીની મોટી જીતને કારણે આરસીબીનો નેટ રનરેટ ઘટી જાય તો તેને ટોચનું સ્થાન પણ ગુમાવવું પડી શકે છે. એટલે કે દિલ્હી હજુ પણ ડ્રાઈવિંગ સીટ પર છે. જો દિલ્હી કેપિટલ્સ વધુ સારા નેટ રનરેટ સાથે બંને મેચ જીતે અને આરસીબી આખરી મેચ હારે તો દિલ્હી પણ ટોચના ક્રમે પહોંચી શકે છે.

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ