WPL 2026 Points Table : મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ, જાણો કઇ ટીમ છે નંબર વન

WPL Points Table 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ વિશે જણાવી રહ્યા છીએ. WPL પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને રહીનારી ટીમ સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે. જ્યારે બીજા અને ત્રીજા નંબર રહેનાર ટીમ વચ્ચે એલિમિનેટર મુકાબલો થાય છે

WPL Points Table 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ વિશે જણાવી રહ્યા છીએ. WPL પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને રહીનારી ટીમ સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે. જ્યારે બીજા અને ત્રીજા નંબર રહેનાર ટીમ વચ્ચે એલિમિનેટર મુકાબલો થાય છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
WPL Points Table 2026

WPL Points Table 2026 : મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ Photograph: (@wplt20)

WPL Points Table 2026 :  વિમેન્સ પ્રીમિયર લીગ 2026ના પોઇન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્રથમ સ્થાને છે.  અહીં મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ વિશે જણાવી રહ્યા છીએ. 

Advertisment

WPL પોઈન્ટ ટેબલ, મેચ જીતવા પર 2 પોઇન્ટ મળે છે

મહિલા પ્રીમિયર લીગ પોઈન્ટ ટેબલ લીગ તબક્કામાં દરેક ટીમના પ્રદર્શનને ટ્રેક કરે છે. દરેક ટીમ 8 મેચો રમશે. દરેક મેચમાં જીત માટે બે પોઈન્ટ આપવામાં આવે છે. હારનાર ટીમને કોઈ પોઈન્ટ મળતા નથી. જો મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ મળે છે. 

નેટ રન રેટ પણ પોઈન્ટ ટેબલ નો મહત્વનો ભાગ છે. જો બે ટીમોના સરખા પોઈન્ટ હોય તો નેટ રન રેટ ના આધારે નક્કી કરવામાં આવે છે. જે ટીમનો નેટ રન રેટ સારો હોય તે પોતાની સાથે સરખા પોઈન્ટ ધરાવતી ટીમ કરતા ઉપરના સ્થાને રહે છે.

વિમેન્સ પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ

ટીમમેચજીતહારપોઇન્ટનેટ રનરેટ
આરસીબી862121.247
ગુજરાત જાયન્ટ્સ85310-0.168
દિલ્હી કેપિટલ્સ8448-0.055
મુંબઈ ઇન્ડિયન્સ83560.059
યુપી વોરિયર્સ8264-1.076
Advertisment

આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગ 2026, ઓરેન્જ કેપ અને પર્પલ કેપ

WPL પોઈન્ટ ટેબલમાં ટોપના સ્થાને રહીનારી ટીમ સીધી ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે. જ્યારે બીજા અને ત્રીજા નંબર રહેનાર ટીમ વચ્ચે એલિમિનેટર મુકાબલો થાય છે. ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે. જે જીતે તે ફાઇનલમાં પ્રવેશ કરે છે. ફાઈનલ મેચમાં જીતનાર ટીમ ચેમ્પિયન બને છે.

ક્રિકેટ સ્પોર્ટ્સ વિમેન્સ પ્રીમિયર લીગ