Women’s T20 World Cup 2023, IND vs PAK : મહિલા વર્લ્ડ કપ 2023, જેમિમા રોડ્રિગ્સની અડધી સદી, ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેેેટે વિજય

India vs Pakistan Womens T20 World Cup 2023 : જેમિમા રોડ્રિગ્સે 38 બોલમાં અણનમ 53 રન બનાવ્યા, આઈસીસી વુમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી

Written by Ashish Goyal
Updated : February 12, 2023 22:04 IST
Women’s T20 World Cup 2023, IND vs PAK  : મહિલા વર્લ્ડ કપ 2023, જેમિમા રોડ્રિગ્સની અડધી સદી, ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેેેટે વિજય
Women’s T20 World Cup 2023 - ભારતે આઈસીસી મહિલા વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો (તસવીર - જય શાહ ટ્વિટર)

Women’s T20 World Cup 2023: જેમિમા રોડ્રિગ્સની અણનમ અડધી સદીની (53)મદદથી ભારતે આઈસીસી મહિલા વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આઈસીસી વુમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે.

જેમિમા રોડ્રિગ્સના 38 બોલમાં 53 રન

ભારતની ઓપનર શેફાલી વર્મા (33)અને યાસ્તિકા ભાટિયા (17)એ 5.3 ઓવરમાં 38 રનની ભાગીદારી નોંધાવી હતી. શેફાલીએ 25 બોલમાં 4 ફોર સાથે 33 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌર 16 રને કેચ આઉટ થઇ હતી. અહીંથી જેમિમા રોડ્રિગ્સે 38 બોલમાં 53 અને ઋચા ઘોષે 20 બોલમાં 31 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. બન્ને વચ્ચે અણનમ 58 રનની ભાગીદારી નોંધાઇ હતી.

બિસ્માહ મારુફ અને આયશા નસીમ વચ્ચે 81 રનની ભાગીદારી

ઝવેરી ખાન (8) અને મુનિબા અલી (12), નિદા ડાર (00) સસ્તામાં આઉટ થતા પાકિસ્તાને 43 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. સિદરા અમીન 11 રને આઉટ થઇ હતી. આ પછી કેપ્ટન બિસ્માહ મારુફ (68)અને આયશા નસીમે (43) 7.5 ઓવરમાં અણનમ 81 રનની ભાગીદારી નોંધાવી સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી રાધા યાદવે 2 વિકેટ, જ્યારે પૂજા અને દિપ્તી શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – મહેન્દ્રસિંહ ધોની ટ્રેક્ટર ચલાવતો અને ખેતી કરતો જોવા મળ્યો, જુઓ Video

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શિખા પાંડેના સ્થાને હરલીન દેઓલને તક મળી છે. સ્મૃતિ મંધાના ઇજાગ્રસ્ત હોવાથી રમી શકી ન હતી.

બન્ને ટીમો આ પ્રકારે છે

ભારતીય ટીમ – શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ, દિપ્તી શર્મા, પૂજા વસ્તાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા ઠાકુર સિંહ.

પાકિસ્તાનની ટીમ – ઝવેરી ખાન, મુનિબા અલી, બિસ્માહ મારુફ (કેપ્ટન), નિંદા ડાર, સિદરા અમીન, આલિયા રિયાજ, આયશા નસીમ, ફાતિમા સના, અમીન અનવર, નશર સંધૂ, સલીહ ઇકબા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ