scorecardresearch

મહિલા ટી-20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાનું સપનું રોળાયું, સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય

Womens T20 World Cup 2023 : ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં, હરમનપ્રીત કૌરનું 52 રને રન આઉટ થવું ટીમ ઇન્ડિયાને ભારે પડ્યું

મહિલા ટી-20 વર્લ્ડ કપ : ટીમ ઇન્ડિયાનું સપનું રોળાયું, સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય
હિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય થયો (તસવીર – ટ્વિટર /@T20WorldCup)

મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય થયો છે. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સપનું રોળાઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની મહિલા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધારે 52 રન બનાવ્યા હતા. આ સિવાય જેમીન રોડ્રીગ્સે 24 બોલમાં 43 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઇ હતી. તેણે 18 બોલમાં 31 રન બનાવ્યા હતા અને પછી 4 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

હરમનપ્રીત કૌરની લડાયક બેટિંગ

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા (9), સ્મૃતિ મંધાના (2) અને યસ્તિકા ભાટીયા (4) સસ્તામાં આઉટ થતા ભારતે 28 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌરે 69 રનની ભાગીદારી કરી જીતની આશા ઉભી કરી હતી. રોડ્રિગ્સ 24 બોલમાં 43 રન બનાવી આઉટ થઇ હતી. આ પછી હરમનપ્રીત કૌર 34 બોલમાં 52 રન બનાવી રન આઉટ થતા ભારતને મોટો ફટકો પડ્યો હતો. હરમનપ્રીતનું રન આઉટ થવું ભારે પડ્યું હતું.

આ પણ વાંચો – ક્રિકેટર પૃથ્વી શો સેલ્ફી વિવાદ મામલે મુશ્કેલીમાં, જામીન મળતા જ સપના ગીલે નોંધાવ્યો કેસ

બેથ મૂનીના 37 બોલમાં 54 રન

ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ 37 બોલમાં 54 રન અને કેપ્ટન લેનિંગે 34 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ અંતિમ 6 ઓવરમાં 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખા પાંડેએ 2 વિકેટ, જ્યારે દિપ્તી શર્મા અને રાધા યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

Web Title: Womens t20 world cup 2023 semifinal australia win by five runs vs india