scorecardresearch

વર્લ્ડ કપમાં મોટો અપસેટ, ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રને હરાવ્યું

T20 World Cup 2022 – આ પરાજય સાથે જ પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા મુશ્કેલ બની ગઇ છે

વર્લ્ડ કપમાં મોટો અપસેટ, ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રને હરાવ્યું
ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 1 રનથી હરાવ્યું (Twitter/T20 World Cup)

આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાયો છે. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 1 રનથી હરાવ્યું છે. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ બનાવી શક્યું હતું. આ પરાજય સાથે જ પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા મુશ્કેલ બની ગઇ છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે પરાજય થયો હતો. પાકિસ્તાનનો બન્ને મેચમાં પરાજય થયો છે.

ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. બ્રોડ ઇવાંસે 2 વિકેટ ઝડપી હતી. બ્લેસિંગ અને જોંગવેએ 1-1 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી શાન મસૂદ હાઇએસ્ટ સ્કોરર રહ્યો હતો. તેણે 44 રન બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ નવાઝે 22, શાદાબ ખાને 17 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો –  બીસીસીઆઈનો ઐતિહાસિક નિર્ણય, હવે મહિલાઓને પણ પુરુષ ક્રિકેટર્સની બરાબર મળશે મેચ ફી

ઝિમ્બાબ્વે સુપર-12 ગ્રુપના પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. તેના 2 મેચમાં 3 પોઇન્ટ છે. ટોચના સ્થાને ટીમ ઇન્ડિયા છે. તેના 2 મેચમાં 4 પોઇન્ટ છે. બીજા નંબરે દક્ષિણ આફ્રિકા છે. તેના 2 મેચમાં 3 પોઇન્ટ છે. ચોથા નંબરે બાંગ્લાદેશ છે. તેના 2 પોઇન્ટ છે. પાકિસ્તાન પાંચમાં નંબરે છે. તેના હજુ શૂન્ય પોઇન્ટ છે.

અંતિમ 3 બોલમાં 3 રન જ બનાવી શક્યું પાકિસ્તાન

પાકિસ્તાને અંતિમ ઓવરમાં 11 રન બનાવવાના હતા. ક્રીઝ પર મોહમ્મદ નવાઝ અને મોહમ્મદ વસીમ જૂનિયર હતા. પ્રથમ ત્રણ બોલમાં 8 રન બનાવી લીધા હતા. આ પછી 3 બોલમાં 3 રનની જરૂર હતી. જોકે પાકિસ્તાન 2 રન જ બનાવી શક્યું હતું.

Web Title: World cup 2022 zimbabwe vs pakistan match zimbabwe won by one run

Best of Express