વુમેન્સ પ્રીમિયર લીગ 2023માં બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે થશે. આ પહેલા સ્મૃતિ મંધાનાની ટીમે જોરદાર ધૂળેટીની ઉજવણી કરી હતી. વિદેશી ખેલાડીઓએ પણ રંગોના તહેવારની ઘણી મજા કરી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલિસ પેરીએ સોશિયલ મીડિયા પર સાથી ક્રિકેટર સોફી ડિવાઇન અને મેગ લેનિંગ સાથે ફોટો શેર કર્યો છે. જેમાં સ્મૃતિ મંધાના અને ઋચા ઘોષ પણ જોવા મળે છે.
જોકે એલિસ પેરી પોતાના વાળમાં લાગેલા રંગથી ચિંતિત છે. બે વખત વાળ ધોયા પછી પણ રંગ ના જતા તેને ડર લાગવા લાગ્યો છે કે તેના વાળ હંમેશા આવા જ ના રહી જાય. આને લઇને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. તેમાં તેના વાળ ગુબાલી રંગના જોવા મળે છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે વિચારી રહી છું કે શું આ હંમેશા રહેવાનું છે? મેં પોતાના વાળ બે વખત ધોયા છે.
રાધા યાદવે ગુલાલથી જેમિમાને રંગી
દિલ્હી કેપિટલ્સે હોળી સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે. તેમાં રાધા યાદવ જેમિમા રોડ્રિગ્સને ગુલાલથી નવડાવી રહી છે. જેમિમા તેમાં ડાન્સ પણ કરતી જોવા મળે છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાએ બનાવ્યો વધુ એક રેકોર્ડ – રાફેલ નડાલ, રોજર ફેડરરને પણ પાછળ છોડ્યા
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ પણ ધૂળેટીના રંગમાં રંગાઇ
ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ પણ ધૂળેટીના રંગમાં રંગાઇ હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલને ટીમના અન્ય સાથે ક્રિકેટર્સ સાથે રંગમાં રગાયેલા જોવા મળે છે.
આરસીબીનું પ્રદર્શન સારું રહ્યું નથી
વુમેન્સ પ્રીમિયર લીગ 2023માં અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું પ્રદર્શન સારું રહ્યું નથી. ટીમનો અત્યાર સુધી બન્ને મેચમાં પરાજય થયો છે અને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ગુજરાત જાયન્ટ્સની હાલત પણ આવી જ છે. તે પણ પોતાની બન્ને મેચો હારી ચુકી છે અને પાંચમાં નંબર છે.