/indian-express-gujarati/media/media_files/2026/01/31/wpl-2026-playoffs-qualifictaion-scenarios-2026-01-31-15-00-30.jpg)
લ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની લીગ સ્ટેજની આખરી મેચ પ્લેઓફની દ્રષ્ટિએ મહત્વની છે. Photograph: (WPL)
WPL 2026 Playoffs Scenario, MI, DC, UPW : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની 19મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 11 રનથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો હતો. તેથી હવે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની લીગ સ્ટેજની આખરી મેચ પ્લેઓફની દ્રષ્ટિએ મહત્વની છે. આ મેચ રવિવારે (1 ફેબ્રુઆરી) રમાશે. આ મેચથી દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ અને મુંબઈ ઇન્ડિયન્સનું ભાવિ નક્કી થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે.
મહિલા પ્રીમિયર લીગ 2026ના પ્લેઓફનું સમીકરણ
મુંબઈ ઈન્ડિયન્સ : મુંબઈના 8 મેચમાં 6 પોઇન્ટ છે. જો યુપી વોરિયર્સ દિલ્હી કેપિટલ્સને હરાવી દે અને આ જીત ઘણા મોટા અંતરથી ના થાય તો ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ એલિમિનેટરમાં ક્વોલિફાય થઈ જશે.
દિલ્હી કેપિટલ્સ : દિલ્હીના 7 મેચમાં 6 પોઇન્ટ છે. જો દિલ્હી કેપિટલ્સ રવિવારે યુપી વોરિયર્સને હરાવે તો તેઓ એલિમિનેટર માટે ક્વોલિફાય થઈ જશે. દિલ્હી માટે ફક્ત એક જીત જરુરી છે.
યુપી વોરિયર્સ : યુપીના મેચમાં 4 પોઇન્ટ છે. પ્લેઓફમાં પહોંચવા અને એલિમિનેટર રમવા માટે યુપી વોરિયર્સે 100થી વધુ રનના અંતરથી જીતવું પડશે. અથવા ઓછામાં ઓછી પાંચ ઓવર બાકી હોય ત્યારે લક્ષ્ય હાંસલ કરવો પડશે.
આ પણ વાંચો - મહિલા પ્રીમિયર લીગ 2026, ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં કોણ છે નંબર વન, જાણો
WPL 2026 પોઇન્ટ ટેબલ
WPL 2026 પોઇન્ટ ટેબલની વાત કરીએ તો RCB 8 મેચમાં 6 જીત અને 12 પોઇન્ટ સાથે ટોચ પર છે. ગુજરાત જાયન્ટ્સ 5 મેચમાં 8 જીત અને 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ 8 મેચમાં 3 જીત અને 6પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ 7 મેચમાં 3 જીત અને 6 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. યુપી વોરિયર્સ 7 મેચમાં 4 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us