scorecardresearch

રેસલર્સે જંતર મંતર પર ધરણા સાથે રસ્તા પર શરૂ કરી ટ્રેનિંગ, જુઓ Video

Wrestler Protest : 23 એપ્રિલથી ધરણા પર બેસેલા પહેલવાનોએ હવે ત્યાં જ ટ્રેનિંગ કરવાની પણ શરૂ કરી દીધી છે

Wrestler
ધરણા પર બેસેલા બધા ખેલાડીઓએ વોર્મઅપ કર્યું અને પછી એકબીજા સાથે લાઇટ ટ્રેનિંગ પણ કરી હતી (તસવીર – એએનઆઈ સ્ક્રીનગ્રેબ)

Wrestler Protest : દેશ માટે મેડલ જીતનાર રેસલર્સ હાલના દિવસોમાં જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. આ પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ લગવ્યા છે. 23 એપ્રિલથી ધરણા પર બેસેલા પહેલવાનોએ હવે ત્યાં જ ટ્રેનિંગ કરવાની પણ શરૂ કરી દીધી છે.

મંગળવારે જનસત્તા.કોમ સાથે વાતચીતમાં સાક્ષી મલિકે જણાવ્યું કે તેમણે ટ્રેનિંગ માટે મેટ મંગાવ્યા છે પણ દિલ્હી પોલીસ ધરણાના સ્થળે મેટ લાવવાની મંજૂરી આપી રહી નથી. આવામાં મેટ વગર ખેલાડીઓએ રસ્તા પર વોર્મ અપ કરવાનું શરૂ કરી દીધું છે. રસ્તા પરથી જતા લોકો આ નજારો જોઈને વીડિયો બનાવી રહ્યા છે. જે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

ખેલાડીઓએ રસ્તા પર કર્યું વોર્મ અપ

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ધરણા પર બેસેલા બધા ખેલાડીઓએ વોર્મઅપ કર્યું અને પછી એકબીજા સાથે લાઇટ ટ્રેનિંગ પણ કરી હતી. આ વર્ષે આ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવાના છે અને ધરણા પર બેસવાના કારણે તે લોકો સારી રીતે ટ્રેનિંગ કરી શકતા નથી.

આ પણ વાંચો – પહેલવાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું – આરોપ ગંભીર, દિલ્હી પોલીસે શુક્રવાર સુધી આપવો પડશે જવાબ

પહેલવાનોએ હળવી ટ્રેનિંગ કરી હતી કારણ કે રસ્તા પર પ્રેક્ટિસ કરવાથી ઇજાનો ખતરો રહે છે. આ વર્ષે ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ પણ થવાની છે. જેના કારણે તેમના માટે આ સમય ઘણો મહત્વનો છે.

કોર્ટે દિલ્હી પોલીસને પાઠવી નોટિસ

કપિલ સિબ્બલની વાત સાંભળ્યા પછી કોર્ટે પોતાનો ઓર્ડર જાહેર કર્યો હતો. તેમણે ઓર્ડરમાં કહ્યું કે ફરિયાદીઓના સાચા નામોને બદલે બદલાયેલા નામો બતાવવામાં આવશે. ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલ આ રેસલર્સે યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મુદ્દે કોર્ટે ધ્યાન આપવું જરૂરી છે. દિલ્હી પોલીસને નોટિસ આપી રહ્યા છીએ. શુક્રવારે તેમણે જવાબ આપવો પડશે. ફરિયાદો જે સીલ બંધ કવરમાં છે તેને ફરીથી સીલ કરવામાં આવશે.

સિબ્બલે અંતમાં એ પણ માંગણી કરી કે 166A CrPC અમેંડમેંટ પછી જો દિલ્હી પોલીસ કેસ નોંધશે નહીં તો તે પણ દોષિત હશે. સીજેઆઈએ તેમની વાત માની લીધી.

Web Title: Wrestler protest bajrang punia vinesh phogat sakshi malik started trainning at jantar mantar

Best of Express