Yashasvi Jaiswal : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 56મી મેચમાં યશસ્વી જયસ્વાલે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આ લીગની સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. જયસ્વાલે 13 બોલમાં અડધી સદી ફટકારી આ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આઇપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કેએલ રાહુલ અને પેટ કમિન્સના નામે નોંધાયેલો હતો. બન્નેએ 14-14 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ મેચમાં યશસ્વીએ 47 બોલમાં 12 ફોર, 5 સિક્સર સાથે અણનમ 98 રન બનાવ્યા હતા. જેની મદદથી રાજસ્થાન રોયલ્સે 9 વિકેટે વિજય મેળવ્યો હતો.
યશસ્વીએ 13 બોલમાં અડધી સદી ફટકારી
યશસ્વી જયસ્વાલે કેકેઆર સામે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આ લીગમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કેએલ રાહુલ અને પેટ કમિન્સના નામે નોંધાયેલો હતો, જેમણે 14-14 બોલ પર આ સિદ્ધિ મેળવી હતી. યશસ્વીએ આ બંનેને પાછળ છોડી દીધા છે.
આઈપીએલમાં ફાસ્ટેસ્ટ અડધી સદી
યશસ્વી જયસ્વાલ – 13 બોલકેએલ રાહુલ – 14 બોલપેટ કમિન્સ – 14 બોલનિકોલસ પૂરન – 15 બોલસુનીલ નારાયણ – 15 બોલયુસુફ પઠાણ – 15 બોલસુરેશ રૈના – 16 બોલઇશાન કિશન – 16 બોલ
આ પણ વાંચો – આઈપીએલ 2023 : યશસ્વી જયસ્વાલના આક્રમક 98 રન, રાજસ્થાન રોયલ્સનો 9 વિકેટે વિજય
યશસ્વી જયસ્વાલે આઈપીએલની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા
યશસ્વી જયસ્વાલે આઇપીએલના ઈતિહાસની કોઇ ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાની સિદ્ધિ મેળવી છે. યશસ્વીએ કેકેઆર સામે નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં 2 સિક્સર અને 3 ફોર સાથે 26 રન બનાવ્યા હતા. તેણે પૃથ્વી શૉનો રેકોર્ડ તોડયો છે. પૃથ્વી શો એ 2021માં પ્રથમ ઓવરમાં 24 રન બનાવ્યા હતા.
આઈપીએલના ઇતિહાસમાં ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન
26 રન – યશસ્વી જયસ્વાલ, 202324 રન – પૃથ્વી, 202121 રન – સુનીલ નારાયણ, 2018





