/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Ishan-Kishan-1.jpg)
ઇશાન કિશને બાંગ્લાદેશ સામે વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી (તસવીર - ઇશાન કિશન ટ્વિટર)
Cricket Records 2022: આ વર્ષ પુરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વર્ષને (Happy New Year 2023)વધાવવાની તૈયારી કરી રહ્યા છે. 2022માં બનેલી ઘણી યાદગાર ઘટનાને યાદ રાખવા માંગે છે. ક્રિકેટની વાત કરવામાં આ વર્ષે ઘણા રેકોર્ડ બન્યા છે. અમે તમને 2022ના કેટલાક યાદગાર રેકોર્ડ વિશે માહિતી આપી રહ્યા છીએ.
ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં ફટકારી 7 સિક્સર
આ વર્ષે વિજય હઝારે ટ્રોફી ઋતુરાજ ગાયકવાડ માટે યાદગાર રહી હતી. તેણે સતત પાંચ સદી ફટકારી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ દરમિયાન તેણે સિક્સરોનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ઋતુરાજે ઉત્તર પ્રદેશ સામે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવી સિદ્ધિ મેળવનાર તે વર્લ્ડનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.
ઇશાન કિશનની બેવડી સદી
ઇશાન કિશને બાંગ્લાદેશ સામે વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ તે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ઇશાન કિશને 126 બોલમાં 23 ફોર અને 9 સિક્સર સાથે 200 રન પૂરા કર્યા હતા. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલના નામે 138 બોલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ હતો.
વિરાટ કોહલીની 72મી સદી
વિરાટ કોહલીએ એશિયા કપ ટી-20માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. વિરાટે ટી-20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ તેના કારકિર્દીની 72મી સદી હતી. 72 સદી સાથે કોહલી સૌથી વધારે સદી ફટકારવાના મામલે રિકી પોન્ટિંગને પછાડી બીજા નંબરે પહોંચી ગયો છે. હવે કોહલી કરતા ફક્ત સચિન તેંડુલકર (100 સદી)જ આગળ છે.
આ પણ વાંચો - શું લગ્ન પછી બદલાશે કેએલ રાહુલનું નસીબ? 2022માં ઇજાથી ઝઝુમતો રહ્યો
ટી-20માં શાકિબ અલ હસન સૌથી વધારે ડોટ બોલ નાખનાર બોલર
બાંગ્લાદેશના શાકિબ અલ હસને આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાના મામલે શાહિદ આફ્રિદીને પાછળ રાખ્યો છે. તે સૌથી વધારે ડોટ બોલ નાખનાર બોલર બન્યો છે.
એક વર્ષમાં સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડ
આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમે એક વર્ષમાં સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા (38 મેચમાં જીત)ના નામે આ રેકોર્ડ નોંધાયેલો હતો. હવે ભારતીય ટીમ ટોચના સ્થાને આવી ગઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us