/indian-express-gujarati/media/media_files/2026/02/23/t20-world-cup-2026-zimbabwe-vs-west-indies-live-score-2026-02-23-18-24-13.jpg)
Zimbabwe vs West Indies T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ઝિમ્બાબ્વે વિ વેસ્ટ ઇન્ડીઝ મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા)
T20 World Cup 2026, Zimbabwe vs West Indies Cricket Score Updates : શિમરોન હેટમાયર (85), રોવમન પોવેલની અડધી સદી (59) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ટી 20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 મુકાબલામાં ઝિમ્બાબ્વે સામે 107 રને વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 17.4 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
ઝિમ્બાબ્વે ઇનિંગ્સ
-બ્રેડ ઇવાન્સ 21 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે 43 રને ફોર્ડની ઓવરમાં કેચ આઉટ થયો.
-ટોની મુનયોંગા 16 બોલમાં 1 સિક્સર સાથે 14 રને કેચ આઉટ થયો.
-ઝિમ્બાબ્વેએ 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-તાશિંગા મુસેકિવા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ.
-સિકંદર રઝા 20 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 27 રને ગુડાકેશ મોતીની ઓવરમાં બોલ્ડ થયો.
-ડિયોન માયર્સ 15 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 28 રને બોલ્ડ થયો.
-રાયન બર્લ 3 બોલમાં ખાતું ખોલાયા વિના અકીલ હુસૈનની ઓવરમાં કેચ આઉટ થયો.
-બ્રાયન બેનેટ 5 બોલમાં 1 ફોર સાથે 5 રને બોલ્ડ થયો.
-તદીવાનાશે મારુમાની 8 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 14 રને ફોર્ડની ઓવરમાં કેચ આઉટ થયો.
વેસ્ટ ઇન્ડીઝ ઇનિંગ્સ
-રુથરફોર્ડના 13 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 31 રન.
-જેસોન હોલ્ડર 4 બોલમાં 2 સિક્સર સાથે 13 રને મુઝારાબાનીની ઓવરમાં કેચ આઉટ થયો.
-રોમારિયો શેફર્ડના 10 બોલમાં 3 સિક્સર સાથે 21 રને આઉટ.
-રોવમેન પોવેલ 35 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 59 રને કેચ આઉટ થયો.
-રોવમેન પોવેલે 29 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-શિમરોન હેટમાયર 34 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે 85 રને ક્રેમરની ઓવરમાં કેચ આઉટ થયો.
-વેસ્ટ ઇન્ડીઝે 9.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-શિમરોન હેટમાયરે 19 બોલમાં 4 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-શાઇ હોપ 12 બોલમાં 2 ફોર સાથે 14 રને ઇવાન્સની ઓવરમાં કેચ આઉટ થયો.
-બ્રાન્ડન કિંગ 12 બોલમાં 1 સિક્સર સાથે 9 રને રિચાર્ડ નગારવાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઝિમ્બાબ્વેના કેપ્ટન સિંકદર રઝાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ભારતનું સેમિ ફાઇનલમાં પહોંચવાનું આવું છે સમીકરણ, જાણો આખું ગણિત
બન્ને ટીમો આ પ્રમાણે છે
વેસ્ટ ઇન્ડીઝ : બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રૂધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસોન હોલ્ડર, મેથ્યુ ફોર્ડે, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી, શમાર જોસેફ.
ઝિમ્બાબ્વે : બ્રાયન બેનેટ, તદીવાનાશે મારુમાની, રાયન બર્લ, સિકંદર રઝા (કેપ્ટન), તાશિંગા મુસેકિવા, ટોની મુનયોંગા, ડિયોન માયર્સ, બ્રેડ ઇવાન્સ, ગ્રીમ ક્રેમર, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us