Dhurandhar OTT Release : ધૂરંધર થિયેટરમાં ધમાલ મચાવ્યા બાદ હવે OTT પર રિલિઝ થશે, જાણો ક્યાં અને ક્યારે જોવા મળશે

Dhurandhar OTT Release : રણવીર સિંહ સ્ટારર ધૂરંધર ફિલ્મ રિલિઝ થયાના 40 દિવસ બાદ પણ થિયેટરમાં દર્શકોને આકર્ષિત કરી રહી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલિઝ થવાની તૈયારીમાં છે.

Dhurandhar OTT Release : રણવીર સિંહ સ્ટારર ધૂરંધર ફિલ્મ રિલિઝ થયાના 40 દિવસ બાદ પણ થિયેટરમાં દર્શકોને આકર્ષિત કરી રહી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલિઝ થવાની તૈયારીમાં છે.

author-image
Ajay Saroya
New Update
dhurandhar baloch dialogue

ધુરંધરના એક ડાયલોગ પર નવો વિવાદ ઉભો થયો છે. Photograph: (સોશિયલ મીડિયા)

Dhurandhar OTT Release : ધૂરંધર ફિલ્મ થિયેટરમાં ધમાલ મચાવ્યા બાદ હવે ઓટીટી પર હંગામો મચાવવા આવી રહી છે. રણવીર સિંહની જાસૂસ એક્શન થ્રિલર ફિલ્મ 'ધુરંધર' 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને 40 દિવસ વીતી ગયા પછી પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ વખતે, રણવીર સિંઘ વધુ ગંભીર અને આક્રમક અવતારમાં જોવા મળી રહ્યો છે, જે તેની ચોકલેટી બોય ઇમેજથી તદ્દન અલગ છે. હવે આ ફિલ્મ પણ થિયેટરો બાદ ઓટીટી પર આવવા માટે તૈયાર છે.

Advertisment

જે લોકો થિયેટરોને બદલે ઘરે ફિલ્મ જોવાનું પસંદ કરે છે, તેમના માટે 'ધુરંધર'ની ડિજિટલ રિલીઝ વિશે પણ ઉત્સુકતા છે. હાલ ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને નવી માહિતી સામે આવી છે. હવે ટૂંક સમયમાં આ ફિલ્મ ઓટીટી પર આવવા માટે તૈયાર છે.

ઓટીટીપ્લેગેમના જણાવ્યા અનુસાર, 'ધુરંધર' થિયેટરમાં રિલીઝ થયા પછી નેટફ્લિક્સ પર રિલીઝ થવાની સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 30 જાન્યુઆરી, 2026 ના રોજ ઓટીટી પર રિલીઝ થશે. જો કે, નેટફ્લિક્સ અને ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. અહેવાલો અનુસાર, આ ફિલ્મ ફક્ત નેટફ્લિક્સ પર સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ થશે. નેટફ્લિક્સમાં આવવાને કારણે ફિલ્મ આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચવાની સંભાવના ઘણી વધારે છે.

તમને જણાવી દઈએ કે 'ધુરંધર' તેની મજબૂત સ્ટોરીલાઇન અને શાનકાર ફિલ્માંકન એક્શન સિક્વન્સ માટે પ્રશંસા મેળવી રહી છે. જો કે, ત્રણ કલાકથી વધુની ફિલ્મની લંબાઈ પ્રેક્ષકોમાં ચર્ચાનો મોટો મુદ્દો છે. કેટલાક લોકોને ફિલ્મનો સમયગાળો લાંબો લાગે છે ત્યારે ઘણા દર્શકો માને છે કે વાર્તા એટલી રસપ્રદ છે કે તે આખો સમય આકર્ષક રાખે છે.

Advertisment

આ પણ વાંચો | સલમાન ખાન દેશદ્રોહી છે, ફાંસી થવી જોઇએ : યુપી સરકારના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ધૂરંધર ફિલ્મની કહાણી શું છે?

'ધુરંધર' રણવીર સિંહના પાત્ર ધુરંધરની વાર્તા છે, જે જેલમાં બંધ ગુનેગાર છે. જ્યારે આર માધવન દ્વારા ભજવવામાં આવેલા આઇબી ચીફ અજય સાન્યાલ તેને ખૂબ જ ખતરનાક ગુપ્ત મિશન પર મોકલે છે ત્યારે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. નકલી ઓળખ સાથે, તેને કરાચી લઈ જવામાં આવે છે, જ્યાં તેને કુખ્યાત અને ખતરનાક લ્યારી વિસ્તારમાં પગ મૂકવો પડે છે. અપરાધની આ અંધેરી દુનિયામાં ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી તેનો ઉદ્દેશ્ય એક એવા ઘાતક નેટવર્કને તોડવાનો હોય છે, જે આતંકવાદી સંગઠનો અને ISI વચ્ચે કડી જેમ કામ કરે છે.

રણવીર સિંહ મનોરંજન ન્યૂઝ