Vastu Tips For Roti: આ 5 દિવસ ઘરમાં રોટલી બનાવવી અશુભ, જાણો વાસ્તુ શાસ્ત્રનો નિયમ

Vastu Tips For Roti: વાસ્તુ શાસ્ત્રમાં 5 તિથિ પર ઘરે રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે તેમજ માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે.

Vastu Tips For Roti: વાસ્તુ શાસ્ત્રમાં 5 તિથિ પર ઘરે રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે તેમજ માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે.

author-image
Ajay Saroya
New Update
Vastu Tips For Roti

Vastu Tips For Roti : વાસ્તુ શાસ્ત્ર મુજબ 5 તિથિ પર રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે. Photograph: (Freepik)

Vastu Tips For Roti : હિન્દુ ધર્મમાં અમુક તિથિ પર રોટલી બનાવવાની મનાઇ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ તિથિ પર રોટલી બનાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે અને પરિવારની સુખાકારીને અસર થઈ શકે છે. જ્યોતિષીઓ અને વાસ્તુ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં રોટલી બનાવવાથી ઘરમાં ગરીબી, માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થાય છે, નકારાત્મક ઉર્જા અને પૂર્વજોનું અપમાન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કઇ 5 તિથિ પર ઘરમાં રોટલી બનાવવી ન જોઇએ.

Advertisment

નાગ પંચમ

નાગ પંચમના દિવસે ચુલા પર તવી મૂકવાની અને રોટલી બનાવવાની મનાઇ આવે છે. તવાને સર્પ દેવતાનું પ્રતીક માનવામાં આવે છે. જો આ દિવસે તવા પર રોટલી બનાવવામાં આવે છે, તો એવું માનવામાં આવે છે કે સર્પ દેવતા ગુસ્સે થઈ શકે છે અને પરિવાર પર અશુભ અસર કરી શકે છે. તેથી, નાગ પંચમના દિવસે રોટલી બનાવવા માટે ફક્ત કઢાઇનો ઉપયોગ કરો, જેથી ઘરમાં શાંતિ અને ખુશી રહે.

શરદ પૂનમ

શરદ પૂનમનો દિવસ ધન અને સૌભાગ્યની દેવી લક્ષ્મીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે ખીર અને પુરી બનાવવી શુભ છે, પરંતુ રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ચંદ્રના પ્રકાશમાં રાખેલી ખીરનું સેવન કરવાથી નસીબ ચમકે છે અને સમૃદ્ધિ વધે છે. તેથી આ દિવસે રોટલીને બદલે ખીર અને પુરી બનાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શીતલા સાતમ

શીતલા સાતમના દિવસે માતા શીતલને વાસી ભોજન અર્પણ કરવામાં આવે છે. આ દિવસે તાજી રોટલી બનાવવાની મનાઇ છે. એક દિવસ પહેલા જ તૈયાર કરેલું ઠંડુ ભોજન ઘરમાં ખાવામાં આવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ આરોગ્ય અને કૌટુંબિક સમૃદ્ધિ માટે પણ શુભ માનવામાં આવે છે.

Advertisment

દિવાળી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દિવાળીના દિવસે ઘરે રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે. આ દિવસે માત્ર શીરો, પુરી અને ખીર જેવી ખાસ વાનગીઓ બનાવવી શુભ છે. માતા લક્ષ્મીના સ્વાગત માટે આ પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો | માતા વૈષ્ણોદેવી મંદિર દર્શનનો શ્રેષ્ઠ સમય, માર્ગ અને રહેવાની જમવાની સુવિધા સાથે સંપૂર્ણ તીર્થયાત્રાની વિગત

ઘરમાં મરણ થાય

જો ઘરમાં પરિવારનો સભ્યનું મૃત્યુ થાય છે, તો બારમા તેરમાની વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘરમાં રોટલી બનાવવી પ્રતિબંધિત માનવામાં આવે છે. આ શોકનો સમય છે અને એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ઘરની ઉર્જા ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સમયગાળા દરમિયાન, ઘરમાં ફક્ત સાદું ભોજન અથવા અગાઉથી બનાવેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે.

diwali વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ ધર્મ ભક્તિ