scorecardresearch

Nepal Plane Crashes: પોખરામાં પ્લેન ક્રેશમાં 68 લોકોના મોત, નેપાળમાં આવી દુર્ઘટનાઓનો ઈતિહાસ કેમ છે? જાણો

Nepal Plane Crashes: નેપાળમાં વિમાન દુર્ઘટનાઓનો લાંબો અને દુર્ભાગ્યપૂર્ણ ઇતિહાસ રહ્યો છે, એવિએશન સેફ્ટી ડેટાબેઝ અનુસાર નેપાળમાં છેલ્લા 30 વર્ષોમાં લગભગ 27 જેટલા જીવલેણ પ્લેન ક્રેશ થયા છે

Nepal Plane Crashes: પોખરામાં પ્લેન ક્રેશમાં 68 લોકોના મોત, નેપાળમાં આવી દુર્ઘટનાઓનો ઈતિહાસ કેમ છે? જાણો
નેપાળના પોખરામાં પેસેન્જર પ્લેન ક્રેશ થતાં ઓછામાં ઓછા 68 લોકોનાં મોત થયા છે

Nepal 72 Seater Plane Crashes: રવિવારે (15 જાન્યુઆરી) નેપાળના પોખરામાં પેસેન્જર પ્લેન ક્રેશ થતાં ઓછામાં ઓછા 68 લોકોનાં મોત થયા છે. નેપાળ એરપોર્ટના અધિકારીના હવાલાથી રોઇટર્સના મતે પ્લેનમાં પાંચ ભારતીય, ચાર રશિયન, એક આઇરિશ, બે દક્ષિણ કોરિયન, એક ઓસ્ટ્રેલિયન, એક ફ્રેન્ચ અને એક આર્જેન્ટિનાના નાગરિક સહિત 72 લોકો સવાર હતા.

માર્ચ 2018 પછી આ નેપાળની સૌથી ખરાબ વિમાન દુર્ઘટના છે, તે સમયે ઢાકાથી યુએસ-બાંગ્લા ફ્લાઇટ કાઠમંડુમાં ઉતરતી વખતે ક્રેશ થઈ હતી, જેમાં સવાર 71 લોકોમાંથી 51 લોકો માર્યા ગયા હતા.

નેપાળમાં ઉડાનને શું જોખમી બનાવે છે?

નેપાળમાં વિમાન દુર્ઘટનાઓનો લાંબો અને દુર્ભાગ્યપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. એવિએશન સેફ્ટી ડેટાબેઝ અનુસાર નેપાળમાં છેલ્લા 30 વર્ષોમાં લગભગ 27 જેટલા જીવલેણ પ્લેન ક્રેશ થયા છે. તેમાંથી છેલ્લા દાયકામાં 20થી વધુ થયા છે.

સખત પર્વતીય પ્રદેશ, નવા વિમાનો અને માળખાકીય સુવિધાઓમાં રોકાણની અછત અને નબળા નિયમન આ ક્રેશમાં ભાગ ભજવે છે. વધુમાં એરસ્ટ્રીપ્સ પર્વતીય વિસ્તારોમાં સ્થિત છે, હવામાન પરિસ્થિતિઓ વચ્ચે તેમાં અચાનક વળાંક માટે જાણીતી છે.

2013માં યુરોપિયન યુનિયને સલામતીની ચિંતાઓને ટાંકીને નેપાળ સ્થિત તમામ એરલાઈન્સને તેના એરસ્પેસમાં ઉડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચ 2022માં કાઠમંડુ પોસ્ટે અહેવાલ આપ્યો કે નેપાળ સરકારની કાર્યવાહી કરવામાં નિષ્ફળતાએ સુનિશ્ચિત કર્યું કે EU ઉડ્ડયન બ્લેકલિસ્ટ ચાલુ રહેશે. થોડા મહિનાઓ પછી નેપાળે ફરી એકવાર EUને દેશની એરલાઇન કંપનીઓને બ્લેકલિસ્ટમાંથી હટાવવા માટે કહ્યું પરંતુ તેની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.

નેપાળમાં સૌથી ભયંકર વિમાન ક્રેશ કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયું છે, જે દરિયાની સપાટીથી 1338 મીટરની ઉંચાઈ પર છે. અહીંનો ભૂપ્રદેશ ખાસ કરીને પડકારજનક છે કારણ કે તે એક સાંકડી અંડાકાર આકારની ખીણમાં સ્થિત છે અને તેની આસપાસ ઊંચા, અણીવાળા પર્વતો છે, જેનો અર્થ છે કે વિમાનો પાસે અભ્યાસ માટે ઓછી જગ્યા હોય છે.

આ પણ વાંચો – બે ઈન્ડિગો ફ્લાયર્સની થઇ પટનામાં ધરપકડ: ફ્લાઈટમાં દારૂ પીવા વિશે શું છે નિયમો

મોટાભાગના પાયલોટ દાવો કરે છે કે હિમાલયમાં ઉંચી અને સાંકડી લેન્ડિંગ સ્ટ્રીપ્સને નેવિગેટ કરવી વધુ મુશ્કેલ છે. ટર્બોપ્રોપ એન્જિન ધરાવતા નાના વિમાનો, જેમ કે આજે ક્રેશ થયેલા ટ્વિન ઓટર એરક્રાફ્ટ અહીં આવી શકે છે, મોટા જેટલાઈનર્સ નહીં. આ નાના વિમાનો નેપાળમાં મજબૂત હવામાનથી વધુ પ્રભાવિત થાય છે.

નેપાળમાં થયેલા ભયંકર વિમાન દુર્ઘટના પર એક નજર

મે 2022: ડી હેવિલેન્ડ કેનેડા DHC-6-300 ટ્વિન ઓટર એરક્રાફ્ટ પોખરાથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થતાં 16 નેપાળી, ચાર ભારતીય અને બે જર્મન નાગરિકના મોત થયા હતા.

ફેબ્રુઆરી 2019: એર ડાયનેસ્ટી દ્વારા સંચાલિત એક હેલિકોપ્ટર કાઠમંડુમાં પરત જવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે એક પહાડી પર તૂટી પડ્યું હતું. નેપાળના પર્યટન મંત્રી રવિન્દ્ર અધિકારી અને ઉદ્યોગ સાહસિક આંગ ચિરિંગ શેરપા સહિત તમામ સાત મુસાફરોના મોત થયા હતા. તેઓ તિબેટ એર સાથે ભાગીદારીમાં યેતી એર, તારા એર અને હિમાલયન એરલાઈન્સના માલિક હતા. આ આફત એટલા માટે થઇ કારણ કે વિસ્તારમાં વિઝિબિલિટી ઓછી હતી.

ત્યારબાદ નેપાળ સરકારે અકસ્માતની તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓપરેટિંગ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન થયું છે. જેમ કે ઇંધણની ટાંકીની સ્થિતિ અને મુસાફરોની ખોટી બેઠક વ્યવસ્થાને કારણે વજનનું અસંતુલન હતું. તપાસકર્તાએ આક્ષેપ કર્યો હતો કે કાઠમંડુ પોસ્ટ દ્વારા અહેવાલ મુજબ ખરાબ હવામાન હોવા છતા VIP મુસાફરોને પ્લેન ઉડાડવા માટે પાયલટ પર કદાચ દબાણ કર્યું હતું.

આ પણ વાંચો – નેપાળમાં પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન ક્રેશ, 68 લોકોના મોત, નેપાળ સરકારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

માર્ચ 2018: યુએસ-બાંગ્લા એરલાઇન્સ દ્વારા સંચાલિત બોમ્બાર્ડિયર Q400 ઢાકાથી પરત ફરતી વખતે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ-લેન્ડ થયું હતું. જેમાં 71 લોકો માર્યા ગયા હતા. એરક્રાફ્ટ રનવે પરથી સરકી ગયું અને એરપોર્ટના ફેન્સી તારથી અથડાયું અને ફૂટબોલના મેદાનમાં અટક્યું હતું. આ પછી વિસ્ફોટ થયો હતો. નેપાળના ઇતિહાસમાં આ ત્રીજી સૌથી ભયંકર ઉડ્ડયન દુર્ઘટના હતી.

કાઠમંડુના અધિકારીઓ અને એરલાઈન્સ બંને એકબીજા પર દોષારોપણ કરતા હોવાથી આ અકસ્માતને કારણે ઘણો વિવાદ થયો હતો. એરપોર્ટ અધિકારીઓએ દાવો કર્યો હતો કે પાયલોટે કંટ્રોલ ટાવરની સૂચનાઓનું પાલન કર્યું ન હતું અને ખોટી દિશામાંથી રનવેમાં પ્રવેશ કર્યો હતો. યુએસ-બાંગ્લા એરના સીઈઓ ઈમરાન આસિફે પત્રકારોને જણાવ્યું હતું કે તેમને શંકા છે કે કંટ્રોલ ટાવર પાયલોટને ગેરમાર્ગે દોરી શકે છે.

2019 માં નેપાળના સત્તાવાળાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અંતિમ અહેવાલ મુજબ પ્લેનના કેપ્ટન અને બાંગ્લાદેશ એરફોર્સના ભૂતપૂર્વ સભ્ય આબિદ સુલતાન ભાવનાત્મક રુપથી તુટી ગયા હતા એવું લાગતું હતું. તપાસકર્તાઓએ ફ્લાઇટના નિર્ણાયક તબક્કે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરવામાં ચાલકદળની નિષ્ફળતાને પણ જવાબદાર ગણાવ્યું હતું.

સપ્ટેમ્બર 2011: બુદ્ધ એર દ્વારા સંચાલિત એક બીકક્રાફ્ટ 1900D જે પ્રવાસીઓને માઉન્ટ એવરેસ્ટની આસપાસ ફરવા માટે લઈ જતું હતું. તે એક ટેકરી સાથે અથડાયું હતું. જેમાં 10 ભારતીયો સહિત તમામ 19 લોકોના મોત થયા હતા. દુર્ઘટનાનું કારણ પ્રતિકૂળ હવામાન હતું, કારણ કે કાઠમંડુ એરપોર્ટ અને તેની આસપાસનો વિસ્તાર ગાઢ ચોમાસામાં વાદળોથી ઘેરાયેલો હતો.

સપ્ટેમ્બર 1992: પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ દ્વારા સંચાલિત એરબસ A300 કાઠમંડુ એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું અને તેમાં સવાર તમામ 167 લોકો માર્યા ગયા. આ ફ્લાઈટ કરાચીના ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવી રહી હતી અને કાઠમંડુ એરપોર્ટ પહેલા 11 કિમી દૂર આવેલી છેલ્લી પહાડી સાથે અથડાઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે આસપાસના પર્વતોના કારણે એરપોર્ટ સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે અને પાયલટની ભૂલને કારણે પ્લેન ખૂબ વહેલું નીચે ઉતરવાનું શરૂ કર્યું હતું.

જુલાઈ 1992: એરબસ A300 ક્રેશના માત્ર બે મહિના પહેલા થાઈ એરવેઝ દ્વારા સંચાલિત એરબસ 310 કાઠમંડુમાં રસ્તા પર ક્રેશ થયું હતું અને તેમાં સવાર તમામ 99 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બરના મોત થયા હતા. ચોમાસામાં ભારે વરસાદના કારણે વિમાન કાઠમંડુથી 37 કિમી ઉત્તરમાં પર્વત સાથે અથડાયું હતું. તપાસ અનુસાર પ્લેનના ફ્લૅપ્સમાં મામૂલી ખામી હતી અને ખરાબ આબોહવાની સ્થિતિમાં એર ટ્રાફિક કંટ્રોલર સાથે ખોટી વાતચીતને કારણે પાયલટ ખૂબ જ તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. નેપાળી સત્તાવાળાઓએ એવો પણ દાવો કર્યો હતો કે થાઈ એરવેઝે મુશ્કેલ કાઠમંડુના રસ્તા માટે પાયલટને પર્યાપ્ત સિમ્યુલેટર તાલીમ આપી ન હતી.

Web Title: 72 seater plane crash in pokhara kills 68 why there is a history of such incidents in nepal

Best of Express