BBC Documentary : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી પર હવે અમેરિકાનું નિવેદન પણ સામે આવ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે મીડિયાના સવાલો પર કહ્યું કે તમે જે ડોક્યુમેન્ટ્રીનો ઉલ્લેખ કરી રહ્યા છે હું તેનાથી પરિચિત નથી. જોકે હું તે સંયુક્ત મૂલ્યોથી પરિચિત છું. જે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત બે સંપન્ન અને જીવંત લોકતંત્રના રુપમાં સ્થાપિત કરે છે. પીએમ મોદી પર બીબીસીની એક ડોક્યુમેન્ટ્રીના રિલીઝ થયા પછી વિવાદ થઇ રહ્યો છે. બીબીસીએ 2002ના ગુજરાત રમખાણ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીના રુપમાં મોદીના કાર્યકાળ પર હુમલો કરતા બે ભાગની શ્રેણી પ્રસારિત કરી છે.
એક પ્રેસ બ્રીફિંગને સંબોધિત કરતા નેડ પ્રાઇસે કહ્યું કે એવી ઘણી બાબતો છે જે ભારત સાથે અમેરિકાની વૈશ્વિક રણનીતિક ભાગીદારીને મજબૂત કરે છે. જેમાં રાજનીતિક, આર્થિક અને અસાધારણ રુપથી લોકો વચ્ચેના સંબંધો સામેલ છે.
ભારતના લોકતંત્રને એક જીવંત બતાવતા નેડ પ્રાઇસે કહ્યું કે અમે દરેક એ વસ્તુઓને જોઇએ છીએ જે અમને એક સાથે જોડે છે. અમે તે બધા તત્વોને મજબૂત કરવા માટે તત્પર છીએ જે આપણને એક સાથે બાંધે છે. તેમણે એ તથ્ય ઉપર પણ ભાર આપ્યો કે અમેરિકા ભારત સાથે જે ભાગીદારી શેર કરે છે તે અસાધારણ રુપથી ઉંડી છે અને બન્ને રાષ્ટ્રોના મૂલ્યોને શેર કરે છે. જે અમેરિકી લોકતંત્ર અને ભારતીય લોકતંત્ર માટે સામાન્ય છે.
નેડ પ્રાઇસે કહ્યું કે મને આ ડોક્યુમેન્ટ્રી વિશે ખબર નથી જેને તમે કહી રહ્યા છો. જોકે હું મોટી રીતે કહીશ કે એવા ઘણા તત્વ છે જે વૈશ્વિક રણનીતિક ભાગીદારીને રેખાંકિત કરે છે જે આપણા ભારતીય ભાગીદારો સાથે છે.
ગત સપ્તાહે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ઋષિ સુનકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો અને બીબીસી ડોક્યુમેન્ટ્રીથી પોતાને દૂર કરી લીધા હતા. તેમણે કહ્યું કે તે પોતાના ભારતીય સમકક્ષના ચરિત્ર ચિત્રણથી સહમત નથી.