BBC Documentary : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો વિરાધ સતત યથાવત્ છે. બ્રિટીશ સાંસદ બોબ બ્લેકમેને આ ડોક્યુમેન્ટ્રીને ઘટિયા પત્રકારિતા ગણાવી છે. બોબ બ્લેકમેને કહ્યું કે તેને ક્યારેય પણ ટેલિકાસ્ટ કરવી જોઇતી ન હતી, આ જુઠના આધારે બનાવેલી ડોક્યુમેન્ટ્રી છે.
એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં બીબીસી ઇન્ડયા પર આઇટી સર્વેક્ષણ પર બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે આ કોઇ નવી વાત નથી. આ ઘણા સમયથી ચાલી રહ્યું છે. એ સુનિશ્ચિત કરવું બીબીસી ઇન્ડિયાનું કામ છે કે નિયમોનું પાલન કરે. બોબ બ્લેકમેને કહ્યું કે બીબીસીએ તપાસમાં સહયોગ કરવો જોઈએ અને નિર્ણયની રાહ જોવી જોઈએ.
બ્રિટીશ સરકાર ભારતને એક મજબૂત મિત્ર માને છે – બોબ બ્લેકમેન
બ્રિટીશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે બ્રિટીશ સરકાર ભારતને એક મજબૂત મિત્ર, એક મજબૂત સહયોગીના રૂપમાં માને છે અને બન્ને દેશો વેપાર સમજુતી પર વાતચીત કરી રહ્યા છે. તેમણે બીબીસી ડોક્યુમેન્ટ્રી પર ઇશારો કરતા કહ્યું કે આવામાં આ દોસ્તીને ખરાબ કરવાનો પ્રયત્ન દુખદ છે. ભારત સરકારે દેશને અર્થવ્યવસ્થાને બદલવા માટે પીએમ મોદીના ગાળામાં ઉલ્લેખનીય કામ કર્યું છે અને દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થા બનવાના રસ્તે છે.
આ પણ વાંચો – “કોઈપણ ડર અને પક્ષપાત વગર રિપોર્ટ કરનાર પત્રકારો સાથે ઊભા રહો”
બ્લેકમેને કહ્યું કે પીએમ મોદી પર બીબીસીનું આ કામ ઉપહાસથી ભરેલું હતું. તેને એક બહારી સંગઠન દ્વારા બનાવવામાં આવ્યું હતું અને બ્રિટીશ બ્રોડકાસ્ટર દ્વારા તેની દેખરેખ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રીની છાપને ખરાબ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલું કામ હતું.
હું હંમેશા ભાજપનો સમર્થક રહ્યો છું – બ્લેકમેન
બોબ બ્લેકમેને કહ્યું કે જ્યાં સુધી મારો સંબંધ છે તો હું લાંબા સમયથી બીજેપીનો સમર્થક રહ્યો છું. હું બીજેપીને બ્રિટનની કંઝરવેટિવ પાર્ટીનો સ્વાભાવિક સહયોગી માનું છું. યૂકેમાં કંઝરવેટિવ પાર્ટી અને અહીં બીજેપી, આ એવી દોસ્તી છે જેનું આપણે મૂલ્ય રાખીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીના રૂપમાં ગુજરાતને ભારતની અર્થવ્યવસ્થાનું પાવરહાઉસ બનાવ્યું છે. હવે પીએમના રુપમાં તેમણે ભારતને બદલી નાખ્યું છે.