ચીનની પોલીસે કથિત રીતે એક ટ્રેન અકસ્માતના ખોટા સમાચાર બનાવવા અને આ્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેને ઓનલાઇન વાયરલ કરવા તેમજ તેને ઘણા બધા એકાઉન્ટ પર પોસ્ટ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટનાને ChatGPT મામલે ચીનની પહેલી ધરપકડ માનવામાં આવી રહી છે.
ચીનના ઉત્તર- પશ્ચિમ ગાંસુ પ્રાંતમાં Facke news વાયરલ થયા
ચીનના ઉત્તર – પશ્ચિમ પ્રાંતની પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, હાંગ નામ ધરાવતી એક શંકાસ્પદ વ્યકિતને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખોટા અને બોગસ માહિતી ફેલાવવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાએ પહેલીવાર એક કાઉન્ટી પોલીસ બ્યૂરોના સાયબર ડિવિઝનનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે એક ખોટા સમાચાર ઇન્ટરનેટ પર જોયા હતા. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે સોમવારે રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે 25 એપ્રિલે એક સ્થાનિક ટ્રેન દૂર્ઘટનામાં નવ લોકોના મોત થયા હતા.
15000થી વધુ લોકોએ Fake News જોયા
કોંગટોંગ કાઉન્ટીના સાયબર સુરક્ષા અધિકારીઓએ ચીનના સર્ચ એન્જિન Baidu દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલા બ્લોગિંગ પ્લેટફોર્મ બૈજિયાહો પર 20થી વધારે એકાઉન્ટ દ્વાર એક સાથે પોસ્ટ કરવામાં આવેલા ન્યુઝ રિપોર્ટ જોવામાં આવી હતી. અધિકારીઓનું ધ્યાન પડે ત્યા સુધી આ રિપોર્ટ 15000થી વધારે લોકોએ જોઇ લીધી હતી. ગાંસુ જાહેર સુરક્ષા વિભાગે કહ્યું કે, હાંગ પર ‘વિવાદ’ ‘મુશ્કેલી ભડકાવવા’ના આરોપની શંકા છે. આવા આરોપમાં સામાન્ય રીતે મહત્તમ પાંચ વર્ષની સજા થાય છે.
10 વર્ષની ગંભીર જેલની સજા થવાની શક્યતા
એક નિવેદન અનુસાર આવા કેસો જેને વિશેષ ગંભીર માનવામાં આવે છે, તેમાં અપરાધીઓને 10 વર્ષની જેલની સજા સાથે સાથે નાણાંકીય દંડ પણ થઇ શકે છે. આવું પહેલીવાર છે જ્યારે બેઇજિંગ દ્વારા ‘ડીપકેક’ ટેકનોલોજીને રેગ્યુલેટેડ કરવાની પહેલા જોગવાઇઓને સત્તાવાર રીતે જાન્યુઆરીમાં લાગુ કર્યા બાદ ચીની અધિકારીઓએ ધરપકડ અંગે જનતાને જાણકારી આપી છે.
બૈજિયાહાઓ અને ChatGPTની મદદથી બોગસ ન્યુઝ બનાવ્યા
નિવેદનમાં જણાવ્યું છે કે, હાંગે સ્વીકાર્યુ છે કે તેણે બૈજિયાહાઓના ડુપ્લીકેશન ચેક ફંક્શનને નજરઅંદાજ કરીને પોતાના દ્વારા હાંસલ કરાયેલા ઘણા એકાઉન્ટ પર રિપોર્ટ પબ્લિશ કરી. તેણે કહ્યુ કે, તેણે કેટલાંક વર્ષોમાં ચીનમાં ચાલી રહેલી સામાજિક કહાનીઓ ચેટજીપીટીમાં એક જ નકલી કહાણીના વિવિધ સ્વરૂપો તૈયાર કરવા માટે ઇનપુટ કર્યુ અને તેને પોતાના બૈજિયાહો એકાઉન્ટમાં અપલોડ કર્યા.
ચીનના IP એડ્રેસ માટે સીધું ઉપલબ્ધ નથી ChatGPT
ChatGPT ચીનના આઇપી એડ્રેસ પર ડાયરેક્ટ ઉપલ્બધ નથી. તે છતાં ચીનના યુઝર્સની પાસે વિશ્વસનિય વીપીએન કનેક્શન છે તો હાલમાં પણ તેની સર્વિસનો ઉપયોગ કરી શકે છે. માઇક્રોસોફ્ટ અને ગુગલ દ્વારા પોતાના ઇનોવેશનની ઘોષણા બાદ ચીનના આઇટી આઉટલેટ ChatGPTનો પોતાના વર્ઝન સાથે પ્રયોગ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ચીની સરકારની બાજ નજર
ચીન ફાયરવોલ મારફતે પોતાને ત્યાંના સોશિયલ મીડિયા પર બાજ નજર રાખે છે. ખાસ કરીને 592 મિલિયનથી વધારે યુઝર્સ સિના વીબો મારફતે ચીન એવી ખાતરી કરે છે કે ચીનની સત્તાધીશ સામ્યવાદી પાર્ટી (CPC)ની વિરુદ્ધ કોઇ પણ મહત્વપૂર્ણ માહિતી લીક થાય નહીં. ચીનના મુખ્ય ઇન્ટરનેટ નિયામકે લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરી છે કે અનિયંત્રિત વિકાસ અને ડીપ સિંથેસિસ ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન કૌભાંડ અને માનહાનિ જેવી અપરાધીક પ્રવૃતિઓમાં તેનો ઉપયોગ થઇ શકે છે.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,