COP27 : રવેવારે ઇજિપ્તમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ શિખર સંમેલન દરમિયાન કોપ-27 (COP 27)ના સૌથી વિવાદસ્પદ વિકાસશીલ દેશોને વળતર આપવા માટે આપત્તિ ભંડોળની રચના પર સહમતિ મળી છે. આ દરમિયાન કહેવાયું કે નુકસાન અને નુકસાન ભંડોળ (Loss and Damage Fund) જળવાયું પરિવર્તન પ્રત્યે સંવેદનશીલ દેશોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે. આ ઐતિહાસિક નિર્ણયની જાણકારી COP 27 એ એક ટ્વિટ દ્વારા કહી હતી. આ કાર્યક્રમ ઇજિપ્તના શર્મ અલ-શેખમાં 6 થી 18 નવેમ્બર સુધી સંમેલનનું આયોજન કરાયું હતું.
ઐતિહાસિક નિર્ણય
ભારતીય વિશેષજ્ઞોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. COP27 એ એક ટ્વિટ કરી લખ્યું હતું કે સમિટમાં ઇતિહાસ રચાયો છે કેમકે બધા મદદ માટે તૈયાર થયા છે. આ ફંડ દ્વારા કલાઇમેટ ચેન્જની સમસ્યાને દૂર કરવાના પ્રયાસો કરાશે. આ નિર્ણય મોટી સમજુતીનો ભાગ છે અને લગભગ 200 દેશોએ તેનું સમર્થન કર્યું છે. ઇજિપ્તના શર્મ અલ-શેખમાં 6 થી 18 નવેમ્બર સુધી સંમેલનનું આયોજન થયું હતું. સંમેલનમાં ગયા પહેલા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે ભારત વિકશીલ દેશોને કલાઇમેટ ચેન્જ સામે લડવામાં મદદ કરવા માટે વિક્સિત દેશોથી કલાઇમેટ ફંડ ટેક્નોલોજી હસ્તાક્ષર અને ક્ષમતા નિર્માણના મામલેમાં પણ કાર્યવાહીની માંગ કરશે.
આ પણ વાંચો: ગરીબ દેશોને કુદરતી આપત્તિથી થતા નુકસાન સામે વળતર મળશે, સંયુક્ત રાષ્ટ્રની સમિટમાં થઇ ચર્ચા
શું છે COP27 સમિટ
કલાઇમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેનશનમાં ક્લાઈમેટ ચેન્જ સંબંધી મુદ્દા પર ચર્ચા થઇ હતી. 190થી વધુ દેશોજે UNFCCCના મેમ્બર છે, કલાઇમેટ ચેન્જ સામે લડવા અને વૈશ્વિક દ્રષ્ટીકોણ પર કામ કરવા માટે વર્ષના અંતિમ 2 અઠવાડિયામાં વાર્ષિક કોન્ફેરેન્સ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં પેરિસ સમજૂતિને જન્મ અપાયો હતો. આ સિવાય તેના પુરોગામી સમજૂતિ ક્યોટો પ્રોટોકોલ પણ છે. આ એક પ્રકારની આંતરરાષ્ટ્રીય સંધિ કલાઇમેટ ચેન્જના જોખમ સામે લાડવા માટે ડિઝાઇન કરાયો હતો.
સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટિનિયો ગુટેરસએ કહ્યું કે COP27એ ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાયું છે. હું નુકસાન અને નુકસાન ભંડોળ સ્થાપિત કરવા અને આવનારા સમયમાં તેને શરુ કરવાના નિર્ણયનું સ્વાગત કરું છું. સ્પષ્ટ રૂપથી આ પર્યાપ્ત નથી પરંતુ તૂટેલા ભરોસાને પુનઃનિર્માણ કરવા માટે આ એક ખુબજ જરૂરી રાજનીતિક સંકેત છે.